૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ દ્વારા ચાલુ વરસાદે સ્થળ પર જવાના નજીકના માર્ગમાં વધારે પડતું પાણી ભરાયેલું હોવાથી દૂરના બીજા માર્ગથી સ્થળ પર જઈને સફળ પ્રસુતિ કરાવી
પાલનપુર તાલુકાના ગોકળપુરા ગામમાં રહેતાં રંગલીબેનને સવાર ના પાંચ વાગ્યાના સમયે પ્રુસુતીની પીડા ઉપડતા જ તેમના પતિએ 108 ને કોલ કર્યો હતો.આ કોલ ચિત્રાસણી 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસસ ની ટીમને મળતા ત્યાં ના કર્મચારીઓ ઈએમટી ગંગારામભાઈ ચૌધરી અને પાઈલોટ ભવાનજીભાઈ મહુડિયા તરત જ 108 એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં. ઘટના સ્થળ પર પહોંચ્યાં પછી EMT દ્રારા તપાસ કરતા સગર્ભાની પરિસ્થિતિ ગંભીર માલુમ પડતા ઘરે જ ડિલિવરી કરાવી પડે તેમ હતી. આથી ઈએમટી દ્વારા અમદાવાદ ખાતેના 108 ના ડૉ. શ્રી ને સંપૂર્ણ માહિતી આપી તેમની સલાહ મુજબ 108 એમ્બ્યુલન્સ માં ઉપલબ્ધ ડિલિવરી કીટ તથા ટેકનીકનો ઊપયોગ કરીને ઘરમાં જ સફળતા પુર્વક બાળક નો જન્મ કરાવવામાં આવ્યો હતો. તથા વધુ સારવાર અર્થે માતા અને બાળકને સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરિવારમાં બાળક નો જન્મ થતા પરિવારમાં હર્ષોલ્લાસની લાગણી ફેલાઈ હતી.આમ ચિત્રાસણી 108 એમ્બ્યુલન્સ દ્વારા કટોકટીના સમયે જરાપણ વિલંબ કર્યા વગર સ્થળ પર જ ડિલિવરી કરાવતા માતા અને બાળકને નવજીવન મળ્યું હતું.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply