પાલનપુર તાલુકાના જગાણામાં ચૌધરી સમાજનો દ્વિતીય સમૂહ લગ્ન યોજાયો

સ્ટીલના વાસણોનો જ ઉપયોગ કરી પ્લાસ્ટિક મુક્ત પ્રસંગો ઉજવવાનો સંદેશો આપ્યો
સમાજની વાડીમાં અધતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ

પાલનપુર તાલુકાના જગાણામાં ચૌધરી સમાજનો દ્વિતીય સમૂહ લગ્ન યોજાયો

પાલનપુર તાલુકાના વિકાસશીલ અને સુખી-સંપન્ન જગાણા ગામે શ્રી અર્બુદા આંજણા-ચૌધરી વિકાસ ટ્રસ્ટ દ્વારા ગામમાં રહેતા સમાજના દરેક પરિવારના પ્રસંગો એક જ દિવસે એક જ માંડવા નીચે થાય સમય અને સબંધો સચવાય તેવી પહેલ કરી છે તા. ૫,૬,૭ ફેબ્રુઆરીના દિવસે સમાજની વાડીમાં દ્વિતીય સમૂહ લગ્નનોત્સવ યોજાયો હતો. દ્વિતીય સમૂહ લગ્ન ધામધૂમથી ચૌધરી સમાજની વાડીમાં ચાર નવદંપતિઓએ અગ્નિની સાક્ષીએ મંગલફેરા ફર્યા હતા પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરી આ પ્રસંગે જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવદંપતીઓને આર્શીવાદ પાઠવ્યા હતા દાતાશ્રીઓ, સેવકોની ઉપસ્થિતિમાં ભારે ઉમંગ અને ઉત્સાહ વચ્ચે સમૂહલગ્ન યોજાયો હતો તેમાં ચાર માંડવા,અને ચાર મામેરો, જેવા પ્રસંગો ઉજવી અનોખી પહેલ કરી હતી જેમાં સ્ટીલના વાસણોનો જ ઉપયોગ કરી પ્લાસ્ટિક મુક્ત પ્રસંગો ઉજવવાનો સંદેશો પણ અપાયો હતો આ સમૂહ લગ્નમાં કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિક કે પેપરનો ઉપયોગ કરાયો ન હતો સ્ટીલના વાસણોનો જ ઉપયોગમાં લેવાયા હતા સ્ટીલના વાસણમાં જ ચા-પાણી, છાશ,અને તમામ ભોજન પીરસવામાં આવ્યું હતું અને પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો હતો સમૂહ લગ્નમાં આવનાર તમામ મહેમાનોને કોઈ તકલીફ ન પડે એ માટે સમૂહ લગ્ન સમિતિ તરફથી તમામ સારી સગવડો પુરી પાડવામાં આવી હતી આ ઉપરાંત સુવિધાઓમાં ઘોડીયાઘર, વૃધ્ધજનો માટે ટિફિનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.સાધનો માટે પાર્કિંગની અતિ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી જગાણા ગામના સમાજના યુવાનો, વડીલો અને બહેનોએ જાતે ત્રણ દિવસ પીરસી આ સમૂહ લગ્નને સફળ બનાવવામાં ખૂબજ સાથ સહકાર આપ્યો હતો સમૂહ લગ્ન સમિતિની કામગીરી પ્રસશંનીય રહી હતી લગ્ન સમિતિએ ભારે જહેમત ઉઠાવી પ્રસંગને દિપાવ્યો હતો લગ્ન સમિતિના પ્રમુખશ્રી ભેમજીભાઇ ચૌધરી,(વકીલ) હેમરાજભાઇ કુણિયા,( રિટાયર્ડ સિનિયર કલાર્ક)( કરશનભાઈ જરમોલ,(પૂર્વ આચાર્યશ્રી માધ્યમિકશાળા) મહેન્દ્રભાઈ ચૌધરી, ( ચૌધરી ચા) રતીભાઇ લોહ,(પત્રકાર) હરેશભાઇ કરેણ, ( ડેપ્યુટી સરપંચ) ચેલાભાઇ કરેણ,(રીટાયર્ડ મેનેજરશ્રી) અને જગાણા ગામના સમાજના ઉત્સાહિત યુવાનો, વડીલો, ભાઇઓ-બહેનો, દાતાશ્રીઓ તેમજ ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી દ્રિતિય સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો.

બોક્ષ :
મારા સમાજે મારા માટે શું કર્યું એવું નહિ પણ મેં મારા સમાજ માટે શું કર્યું એવી સમજદારી રાખશો તો સમાજ આપો આપ આગળ આવશે. — જગાણા, આંજણા ચૌધરી સમાજવાડીના પ્રમુખશ્રી,

અહેવાલ. ભીખાલાલ પ્રજાપતિ


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading