શ્રી મડાણા (ગઢ) પગાર કેન્દ્ર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ની એમ. જે. પ્રજાપતિ રોજગાર અધિકારી પાલનપુરના વરદ હસ્તે યોજવામાં આવ્યો અને સમગ્ર કાર્યક્રમ નુ સફળ સંચાલન પ્રિયા મડાણીયાએ કરેલ.
આ કાર્યક્રમમાં ગામના ડેપ્યુટી સરપંચ ઈશ્વરસિંહ સોલંકી, જગદીશભાઈ ત્રિવેદી, રામસિંહ જી સોલંકી, તેમજને બહોળી સંખ્યા માં બાળકો, વિપુલકુમાર અમરતભાઈ શાહ, દિયાબેન રજમલભાઈ શાહ, દિલીપભાઈ ચંદુલાલ શાહ દ્વારા દફતર કીટ જેમાં પેન્સિલ, રબર, ફૂટપટી, નોટબુક, સ્લેટ પેન વગેરે બાળકોને ભેટ આપેલ તેમજ સુરત નિવાસી હરિભાઈ પ્રજાપતિએ શાળામાં 5100/- રૂપિયા દાન આપેલ કાર્યક્રમ ના અંતે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરી અને શાળા ના આચાર્ય લક્ષમણભાઇ પરમાર દ્વારા આભાર વિધિ કરેલ.
અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply