અંબાજી ભાદરવી પૂનમ નિમિત્તે CSC બનાસકાંઠા દ્વારા પદયાત્રીઓ માટે બિસ્કિટ વિતરણનું સેવાકાર્ય

અંબાજી ભાદરવી પૂનમ નિમિત્તે CSC બનાસકાંઠા દ્વારા પદયાત્રીઓ માટે બિસ્કિટ વિતરણનું સેવાકાર્ય

પગપાળા અંબાજી જતા યાત્રિકોની સેવા અને સહાય માટે કોમન સર્વિસ સેન્ટર્સ બનાસકાંઠાની સેવાકીય પહેલ

પવન એક્સપ્રેસ | બનાસકાંઠા

 

અંબાજી ખાતે યોજાનારી ભાદરવી પૂનમના મેળા નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ પદયાત્રિકોની સેવા અને સહાય માટે કોમન સર્વિસ સેન્ટર્સ (CSC) બનાસકાંઠા દ્વારા સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી હતી.

આ સેવાકાર્ય અંતર્ગત અંબાજી તરફ પગપાળા જઈ રહેલા યાત્રિકોને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાંબી પદયાત્રા દરમિયાન યાત્રિકોને નાસ્તો મળી રહે અને તેમની યાત્રામાં નાની સહાયરૂપ બની શકાય તેવા હેતુથી આ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.

CSC બનાસકાંઠા સાથે જોડાયેલા સેવાભાવી સભ્યો અને સહયોગીઓએ આ સેવાકાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યાત્રિકોની સેવા અને સહાય માટે કરવામાં આવેલી આ પહેલ દ્વારા માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

બિસ્કીટ વિતરણ માં કોમેડી કિંગ ફૂમ્તાજી અને વાઘુજી ના કલાકાર કોમેડિયન બલજી જી   પણ જોડાયા હતા.

🌺 વિશેષ સહયોગ 🌺

  • સુરેશજી દલ્સંગજી વાઘેલા
  • રાજુભાઈ પંચાલ
  • મહેશજી જશાજી ઠાકોર
  • કનુભાઈ લખવારા
  • પવનભાઈ પ્રજાપતિ
  • અમરત મકવાણા
  • ઉગમસિંહ
  • પ્રકાશભાઈ આચાર્ય
  • વિનોદ રણાવાસિયા
  • સી.એસ.સી. જિલ્લા મેનેજર, બનાસકાંઠા

CSC BANASKANTHA

🙏 “સેવા પરમો ધર્મઃ” 🙏

પદયાત્રિકોની સેવા માટે કરવામાં આવેલી આ સેવાકીય પ્રવૃત્તિને યાત્રિકો અને ઉપસ્થિત લોકો દ્વારા આવકારવામાં આવી હતી.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading