પદયાત્રીઓની સલામતી માટે “Brothers Charitable Group” દ્વારા અનોખી સેવાકીય પહેલ

પદયાત્રીઓની સલામતી માટે “Brothers Charitable Group” દ્વારા અનોખી સેવાકીય પહેલ

રાત્રિના અંધકારમાં પદયાત્રીઓ વાહનચાલકોને સરળતાથી દેખાય તે માટે કપડાં અને બેગ પર રેડિયમ રિફ્લેક્ટિવ સ્ટિકર લગાવાયા

પવન એક્સપ્રેસ | બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં અંબાજી તરફ પદયાત્રા કરતા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને Brothers Charitable Group દ્વારા અનોખી સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી હતી.

પદયાત્રા દરમિયાન ખાસ કરીને રાત્રિના સમયે માર્ગ પર અંધકાર હોવાના કારણે પદયાત્રીઓ વાહનચાલકોને સરળતાથી દેખાઈ શકે અને અકસ્માતનું જોખમ ઘટાડી શકાય તે હેતુથી ગ્રુપના સભ્યો દ્વારા પદયાત્રીઓના કપડાં તેમજ બેગ પર રેડિયમ રિફ્લેક્ટિવ સ્ટિકર લગાવવામાં આવ્યા હતા. વાહનની હેડલાઇટનો પ્રકાશ પડતાં આ રિફ્લેક્ટિવ સ્ટિકર ચમકતા હોવાથી પદયાત્રીઓ દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ શકે છે.

આ સેવાકીય અભિયાન દરમિયાન પદયાત્રીઓ માટે ચોકલેટ, બિસ્કિટ સહિતની નાસ્તાની સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સેવાભાવી યુવાનો દ્વારા રાત્રિના સમયે માર્ગ પર પદયાત્રીઓ સાથે રહી તેમની સલામતી અને સુવિધાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.

Brothers Charitable Group દ્વારા કરવામાં આવેલી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પદયાત્રીઓને માત્ર સેવા-સુવિધા પૂરી પાડવાનો નહીં, પરંતુ તેમની યાત્રાને વધુ સુરક્ષિત બનાવવાનો પણ રહ્યો હતો.

“સેવા માત્ર મદદ કરવી નથી, પરંતુ કોઈની સફર સુરક્ષિત બનાવવી પણ છે.” — આ સેવાભાવના સાથે કરવામાં આવેલી આ પહેલને પદયાત્રીઓ અને સ્થાનિક લોકો દ્વારા સરાહના મળી રહી છે.

🙏 Brothers Charitable Group
સેવા • સલામતી • સહકાર


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading