પાલનપુર પત્રકાર વેલ્ફેર ટ્રસ્ટના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી
પ્રમુખ તરીકે સચિન શેખલિયા અને મહામંત્રી તરીકે પ્રવિણ શ્રીમાળીની નિયુક્તિ
પાલનપુર | પવન એક્સપ્રેસ
પાલનપુરમાં પત્રકારિતાની સાથે રચનાત્મક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય એવા પત્રકાર વેલ્ફેર ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભા સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. ટ્રસ્ટના પ્રમુખ ગિરીશભાઈ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભામાં આગામી વર્ષના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. સાથે જ નવા વર્ષ માટે ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
પાલનપુરમાં છેલ્લા ચાર વર્ષથી કાર્યરત પત્રકાર વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા પત્રકારિતાની સાથે વિવિધ રચનાત્મક કાર્યક્રમો, સભ્યો માટે પ્રવાસનું આયોજન તેમજ સભ્યોને વીમા કવચ હેઠળ આવરી લેવા સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. પત્રકારોના હિત અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજાયેલી આ વાર્ષિક સાધારણ સભામાં આગામી વર્ષ દરમિયાન હાથ ધરાનારી પ્રવૃત્તિઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
નવા હોદ્દેદારોની યાદી
સભામાં આગામી વર્ષ માટે નીચે મુજબના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
– પ્રમુખ: સચિન શેખલિયા
– ઉપપ્રમુખ: દિનેશ ઠાકોર
– મહામંત્રી: પ્રવિણ શ્રીમાળી
– ખજાનચી: દીપક સોલંકી
– કાર્યાલય મંત્રી: રતનસિંહ ઠાકોર
સલાહકાર સભ્યો:
– ગિરીશભાઈ ચૌહાણ
– ભગવાનભાઈ સોની
– નિલેશ પટેલ
– દિનેશ રાણા
કારોબારી સભ્યો:
– રમેશ પટેલ
– અયુબ પરમાર
– જગદીશ શ્રીમાળી
– કનૈયાલાલ પરમાર
સભામાં તમામ હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવતાં ટ્રસ્ટના સભ્યોમાં આનંદની લાગણી જોવા મળી હતી. નવા હોદ્દેદારોના નેતૃત્વમાં આગામી વર્ષ દરમિયાન પત્રકારોના હિતમાં વધુ રચનાત્મક અને સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
પવન એક્સપ્રેસ
સમાચાર • સમાજ • સત્યનો અવાજ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
