જીબુટીના દરિયાકાંઠે બોટ પલટી જતાં 15 બાળકો સહિત 139ના મોત
હજી પણ ગુમ થયેલા 84 લોકોને શોધવા શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. એજન્સીએ જણાવ્યુ કે મૃત્યુઆંક હજી વધી શકે છે.
પૂર્વ આફ્રિકામાં જીબુટીના દરિયાકાંઠે ઉત્તરે ગુહેરે નજીક ખીચોખીચ ભરેલી બોટ પલટી જતાં સર્જાયેલી દુર્ઘટનામાં 15 બાળકો સહિત 139ના મોત થયા છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન – IOMએ જણાવ્યું છે કે સ્થળાંતર કરનારા 305 લોકોને લઈને ગુરુવારે રાત્રે રવાના થયા પછી જહાજ કિનારાની નજીક ડૂબી ગયું હતું.
સત્તાવાર રીતે 139ના મોતની પુષ્ટિ થઈ છે. હજી પણ ગુમ થયેલા 84 લોકોને શોધવા શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. એજન્સીએ જણાવ્યુ કે મૃત્યુઆંક હજી વધી શકે છે. ઘટનામાં 80 થી વધુને બચાવી લેવાયા છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
