📰 પવન એક્સપ્રેસ
ઉદવાડા ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને સભ્ય સામે રૂ. 3 લાખની લાંચની માંગણી અને સ્વીકારવાનો ગુનો દાખલ
ઉદવાડા (જી. વલસાડ): ઉદવાડા ગ્રામ પંચાયત ખાતેના (1) સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ ડાહ્યાભાઈ પટેલ, (2) ઉપસરપંચ સરોસ બહેરામ ઇરાની તથા (3) સભ્ય ધર્મિષ્ઠા ઉર્ફે જીગીબેન W/O ઉમેશચંદ્ર પટેલ વિરુદ્ધ રૂ. 3,00,000/-ની લાંચની માંગણી અને સ્વીકારવાના આરોપસર એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, ફરિયાદીનું જમીન ખેતીવાડી ઝોનમાંથી રહેણાંક ઝોનમાં ફેરવવાનું કામ કરવા તથા ગ્રામ પંચાયતની સામાન્ય સભાના ઠરાવો કાઢી આપવા માટે આરોપીઓએ લાંચની માંગણી કરી હતી.
આ કામના અવેજ પેટે રૂ. 3 લાખની લાંચ માંગવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે એ.સી.બી. દ્વારા કાર્યવાહી હાથ ધરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ લાંચની માંગણી અને સ્વીકારવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ ઘટનાને પગલે વલસાડ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. એ.સી.બી. દ્વારા સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
📍 જમીનનો ઝોન બદલાવવા અને પંચાયતના ઠરાવો આપવા માટે લાંચની માંગણી કર્યાનો આક્ષેપ
✍️ પવન એક્સપ્રેસ | સમાચાર સેવા
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
