એમપી થી પવનચક્કીના પાંખીયા ભરી ભુજ જતા હેવી ટ્રેઇલરમાં પાલનપુરના આગ લાગી.
એરોમા સર્કલ પાસે પસાર થતી જેટકોની હેવી લાઇન ટચ થતા ટ્રેઇલરના ટાયરો સળગી ઉઠ્યા.
ટ્રેઇલરને ઉભુ રાખવાનો ઈશારો કરનાર ખલાશી અને નીચે ઉતરવા જતા ચાલકને વીજ કરંટ લાગ્યો.

પાલનપુરના એરોમા સર્કલ પર સવારના સમયે પસાર થઇ રહેલા એક ટ્રેઇલર સાથે ઉપર પસાર થતી જીવંત વીજ લાઈન ટચ થતા ટ્રેલર માં કરંટ પ્રસરવાની સાથે આગ ભભુકી ઉઠતા અફરા તફરી મચી જવા પામી હતી બનાવમાં નીચે ઉભેલ ખલાશી ટ્રેલર ઉભુ રખાવવા જતા તેમજ ચાલક નીચે ઉતરવા જતા બન્નેને વીજ કરંટ લાગતા તેમણે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવના પગલે દોડી આવી ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો
મધ્યપ્રદેશથી પવનચક્કિના પાંખિયા ભરીને ભુજ જઇ રહેલ એક હેવી ટ્રેઇલર સવારના અગિયાર વાગ્યાના સમયે પાલનપુરના એરોમા સર્કલથી ડીસા હાઇવે પર પસાર થઇ રહ્યું હતું દરમ્યાન આ માર્ગે ઉપર પસાર થતી જેટકોની જીવંત વીજ લાઇન ટચ થઇ જતા ટ્રેઇલરમાં એકા એક આગ ભભુકી ઉઠી હતી જેને લઇ અફરા તફરી મચી જવા પામી હતી બનાવમાં ટ્રેઇલરમાં પણ કરંટ પ્રસર્યો હોવાના કારણે નીચે ઉભેલ ખલાસી સુનીલ ટ્રેઇલર રોકવા ઈશારો કરતા તેને હાથનાં ભાગે અને ચાલક વિકાસ કેબિનનો દરવાજો ખોલીને નીચે ઉતરવા જતા તેને પણ કરંટ લાગતા આ બન્ને ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં પાલનપુર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જ્યારે પોલીસે ટ્રાફિક ખુલ્લો કરાવી પરિસ્થિતિ થાળે પાડી હતી.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
