પોતાની હસ્તકળા અને સર્જનાત્મકતાથી ‘પ્રકૃતિ મિત્ર એવોર્ડ ૨૦૨૬’ મેળવતો મોરડુંગરા શાળાનો હોનહાર વિદ્યાર્થી પીયુષ ગમાર
પવન એક્સપ્રેસ:
વાત્સલ્ય ધામ, હડાદ ખાતે યોજાયેલા ‘પ્રકૃતિ મિત્ર એવોર્ડ ૨૦૨૬’ સમારોહમાં મોરડુંગરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી પીયુષ ગમારને તેની વિશિષ્ટ હસ્તકળા અને પ્રકૃતિ જતન પ્રત્યેની નિષ્ઠા બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યો હતો.
પીયુષે પોતાની સૂઝબૂઝથી પ્રકૃતિ આધારિત સર્જનાત્મક કૃતિઓ તૈયાર કરી ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા.તે ખજૂરીમાંથી વિવિધ વાસ્તુકલા બનાવે છે આ પ્રસંગે તેના બનાવેલ ફૂલબુકેથી મહેમાનો પ્રભાવિત થયા હતા. અને મંચ પર બોલાવી સન્માન કર્યું હતુ કૃષિ વૈજ્ઞાનિક શ્રી શાંતિભાઈ પટેલ તરફથી ૫૦૦ રૂપિયા અને કૃપાલ સિંહ ચૌહાણ લાંબડીયા તેમજ શ્રી નીલેશ પટેલ ભરૂચ તરફથી ૫૦૦ રૂપિયા ભેટ મળ્યા હતા. આ પ્રસંગે વાવ થરાદ જીલ્લો અને બનાસકાંઠા જીલ્લો એમ બંને જીલ્લાના નાયબ શિક્ષણાધિકારી શ્રીઓ એ પણ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતા.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
