બજરંગીસેના સેવા ટ્રસ્ટની રામરોટીમાં વિદેશમાં રહેતા દાતાઓ દ્વારા દાબેલી પ્રસાદ, સ્ટીલની પાણીની બોટલ અને ચપ્પલનું વિતરણ

બજરંગીસેના સેવા ટ્રસ્ટની રામરોટીમાં વિદેશમાં રહેતા દાતાઓ દ્વારા દાબેલી પ્રસાદ, સ્ટીલની પાણીની બોટલ અને ચપ્પલનું વિતરણ

પરિવારમાં બાળકના જન્મની ખુશી સેવાકાર્ય થકી ઉજવી; દર રવિવારે 700થી વધુ જરૂરિયાતમંદો ભોજન પ્રસાદનો લાભ લે છે

પવન એક્સપ્રેસ | બનાસકાંઠા

બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી “ભૂખ્યાને ભોજન રામરોટી” સેવા માનવતાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. આ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત વિદેશમાં રહેતા પ્રજાપતિ પરિવારના દાતાઓ દ્વારા પરિવારમા બાળકના જન્મની ખુશીને સેવાકાર્ય સાથે જોડીને દાબેલીનો પ્રસાદ, સ્ટીલની પાણીની બોટલો અને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વિદેશમાં રહેતા પ્રજાપતિ પરિવારના એક ભાઈના ઘરે દીકરીને ત્યાં બાળકનો જન્મ થતાં તેઓ નાના બન્યા હતા. આ ખુશીના પ્રસંગે તેમના તરફથી રામરોટીમાં લોકોને દાબેલીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. જ્યારે વિદેશમાં રહેતા પ્રજાપતિ પરિવારનાં એક બહેનના ઘરે દીકરીને ત્યાં બાળકનો જન્મ થતાં તેઓ નાની બન્યાં હતાં. આ ખુશીની ઉજવણી નિમિત્તે તેમના તરફથી જરૂરિયાતમંદ લોકોને સ્ટીલની પાણીની બોટલો અને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જગતજનની મા અંબાના પાવન અષ્ટમીના દિવસે અનેક પરિવારો પૂજા-અર્ચના, હવન અને કન્યા ભોજન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજીને માતાજીની આરાધના કરે છે. ત્યારે વિદેશમાં રહેતા દાતાઓએ પોતાની પારિવારિક ખુશીને જરૂરિયાતમંદોની સેવા સાથે જોડીને સમાજમાં સેવાભાવનાનો સુંદર સંદેશ આપ્યો હતો.

બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત “ભૂખ્યાને ભોજન રામરોટી”માં દર રવિવારે 700થી વધુ લોકો ભોજન પ્રસાદનો લાભ લે છે. ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડવાની આ સેવા સતત ચલાવવામાં આવી રહી છે.

આ સેવાકાર્યમાં સહયોગ આપનાર વિદેશમાં વસતા પ્રજાપતિ પરિવારના દાતાઓ પ્રત્યે બજરંગીસેના સેવા ટ્રસ્ટે આભાર વ્યક્ત કર્યો હતો. પરિવારની ખુશીના પ્રસંગે જરૂરિયાતમંદોને મદદરૂપ બનીને દાતાઓએ માનવતા, કરુણા અને પરોપકારની ભાવનાને ઉજાગર કરી છે.

પવન એક્સપ્રેસ – પવનવેગે પ્રસરતા સમાચાર


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading