બજરંગીસેના સેવા ટ્રસ્ટની ‘રામરોટી’ સેવામાં દાતાશ્રીનું સેવાયોગદાન
પવન એક્સપ્રેસ


પાલનપુર ખાતે બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા નિરંતર ચાલતી ‘ભૂખ્યા ને ભોજન – રામરોટી’ સેવાના અંતર્ગત આજે દાતાશ્રી કુલદીપભાઈ હસમુખભાઈ રોઝ તરફથી જરૂરિયાતમંદો માટે પફ અને સોસના પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા દર રવિવારે પાલનપુર શહેરના રામલીલા મેદાન, જૈન દાદાવાડી પાસે, જનકપુરી સોસાયટી વિસ્તાર, કર્ણાવત સ્કૂલ પાસે તેમજ ગોબરી રોડ નજીકના પટણી વિસ્તાર સહિતના સ્થળોએ પહોંચી ગરીબ, ભિક્ષુક, જરૂરિયાતમંદ લોકો અને બાળકોને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવે છે. ટ્રસ્ટનું આ સેવાકાર્ય કાર્યકર્તા ભાઈઓ અને દાતાશ્રીઓના અમૂલ્ય સહયોગથી સતત આગળ વધી રહ્યું છે.
આજના દાતાશ્રી ભગવતી ટાઇલ્સ એન્ડ બાથવેર, મલેકનગર–પરપડા રોડ, પાલનપુરના કુલદીપભાઈ હસમુખભાઈ રોઝ દ્વારા પફ અને સોસના પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તેમના આ સેવાભાવી યોગદાન બદલ બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા કુલદીપભાઈ તથા તેમના સમગ્ર પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી ભોજન પહોંચાડવાના આ પવિત્ર સેવાયજ્ઞમાં વધુમાં વધુ દાતાશ્રીઓ અને સેવાભાવી લોકો જોડાય તેવો ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
