ભાભર શહેર પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત નવી કારોબારીની સર્વાનુમતે વરણી: અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ

ભાભર ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ

ભાભર શહેર પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત નવી કારોબારીની સર્વાનુમતે વરણી

ભાભર, તા. ૧ ઓગસ્ટ: ઉત્તર ગુજરાતના વાવ-થરાદ જિલ્લાના ભાભર ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS)ની મહત્વપૂર્ણ બેઠક ગુજરાત પ્રદેશ મહામંત્રી ઝેણુંભા વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં દિયોદર તાલુકાના અરવિંદભાઈ હાલાણી (તંત્રી – બનાસ સ્ટાન્ડર્ડ), નટુજી ઠાકોર (તંત્રી – દિયોદર સમાચાર), અનુપજી ઠાકોર (તંત્રી – ક્ષત્રિય ઠાકોર જ્યોત), વનરાજસિંહ રાઠોડ (રખેવાળ), મહેશભાઈ ઠક્કર (જય હિન્દ, નવગુજરાત સમય, જનસેતુ), બાબુભાઈ ચૌધરી (બનાસની અસ્મિતા), સતીષભાઈ ચૌહાણ (ટુ ડે ન્યૂઝ), ભારમલભાઈ માળી (દિવ્ય ભાસ્કર), મહેન્દ્રભાઈ પટેલ (GS TV), કાન્તુભા રાઠોડ (મંતવ્ય ચેનલ), પ્રવિણસિંહ રાઠોડ, પી. કે. ગોકલાણી (ગુજરાત સમાચાર) સહિત અનેક મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવાડિયાના સંદેશનો ઉલ્લેખ કરતાં જણાવાયું હતું કે દેશના 20 રાજ્યોના પત્રકારોનું મહાઅધિવેશન ઉમિયા ધામ, ગાંધીનગર ખાતે સફળતાપૂર્વક યોજાયું હતું. આ અધિવેશનમાં સમગ્ર દેશમાં પત્રકાર સુરક્ષા કાનૂન અમલમાં લાવવાની માંગને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ગુજરાત રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં સંગઠનની મજબૂત કામગીરી ચાલી રહી હોવાનું જણાવતાં, બનાસકાંઠાના વિભાજન બાદ નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ ABPSSનું નવું સંગઠન માળખું ઉભું કરવાની જવાબદારી પ્રદેશ મહામંત્રી ઝેણુંભા વાઘેલાને સોંપવામાં આવી હોવાનું જણાવાયું હતું.

આ પ્રસંગે ભાભર પ્રેસ ક્લબને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિમાં વિલીન (મર્જ) કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ નવી કારોબારીની વરણી કરવામાં આવી હતી, જેમાં:

  • પ્રમુખ – કાન્તુભા રાઠોડ
  • ઉપપ્રમુખ – ભારમલભાઈ માળી
  • ઉપપ્રમુખ – પી. કે. ગોકલાણી
  • મહામંત્રી – પ્રવિણસિંહ રાઠોડ
  • સલાહકાર – મહેશભાઈ ઠક્કર
  • સલાહકાર – સતીષભાઈ ચૌહાણ
  • સલાહકાર – મહેન્દ્રભાઈ પટેલ
  • સોશિયલ મીડિયા ઇન્ચાર્જ – બાબુભાઈ ચૌધરી

આ તમામની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત પદાધિકારીઓ દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં આગામી સમયમાં જિલ્લા કક્ષાનું વિશાળ અધિવેશન યોજવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. વાવ-થરાદ જિલ્લા પ્રમુખ અરવિંદભાઈ હાલાણીએ જણાવ્યું હતું કે જિલ્લાના તમામ તાલુકાઓના અધિવેશનો ભારત–પાકિસ્તાન સરહદ પર આવેલા ઐતિહાસિક નડાબેટ ખાતે યોજવાનો આયોજન કરવામાં આવશે.

કાર્યક્રમનું સંચાલન પી. કે. ગોકલાણીએ કર્યું હતું, જ્યારે અંતે પ્રદેશ મહામંત્રી ઝેણુંભા વાઘેલાએ આભારવિધિ વ્યક્ત કરી હતી.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading