વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થતા પાલનપુરના કુસ્કલ ગામે ‘પ્રગતિ પથ’ કાર્યક્રમ અર્તગત દાંતીવાડા-કસરા પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થતા પાલનપુરના કુસ્કલ ગામે ‘પ્રગતિ પથ’ કાર્યક્રમ અર્તગત દાંતીવાડા-કસરા પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી.

પવન એક્સપ્રેસ

તસવીર/અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ

દેશના યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદીજીના કુશળ નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશની સેવામાં સફળતાપૂર્વક ૧૨ વર્ષ પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ગૌરવશાળી અવસરની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં વિકાસ કાર્યોની સમીક્ષા અને જનસંપર્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત આજરોજ પાલનપુર તાલુકાના કુસ્કલ ગામે ‘પ્રગતિ પથ’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર તાલુકા ભાજપની ટીમ દ્વારા કુસ્કલ ગામે કાર્યરત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ‘દાંતીવાડા – કસરા પાણી પાઈપલાઈન પમ્પિંગ સ્ટેશન’ ની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન પદાધિકારીઓએ પમ્પિંગ સ્ટેશનની કામગીરી નિહાળી હતી અને આ પ્રોજેક્ટથી વિસ્તારના ખેડૂતો તેમજ ગ્રામજનોને મળી રહેલા સિંચાઈ અને પીવાના પાણીના લાભો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. કુસ્કલ ગામ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ એમ. પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી રમેશભાઈ રાતડા અને શ્રી કમલેશભાઈ ઠાકોર, ગઢ જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી રમેશભાઈ જુડાલ, સ્થાનિક અગ્રણી શ્રી રમેશભાઈ ચૌધરી, શ્રી મહેશભાઈ, યુવા ભાજપના મંત્રી શ્રી પરેશભાઈ જુડાલ, શ્રી સી.એમ. પરમાર તેમજ કુસ્કલ ગામના સ્થાનિક આગેવાનો, વડીલો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સેવા અને સુશાસનના ૧૨ વર્ષ: આ પ્રસંગે તાલુકા ભાજપના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના ૧૨ વર્ષનો કાર્યકાળ એ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત રહ્યો છે. સરકારની ‘હર ઘર જલ’ અને જળ વ્યવસ્થાપનની નીતિઓને કારણે આજે અંતરિયાળ ગામડાઓ સુધી પાણીની સુવિધા સુદ્રઢ બની છે, જેનો સીધો લાભ કુસ્કલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોને મળી રહ્યો છે. ગ્રામજનોએ પણ ભાજપ સરકારની આ વિકાસયાત્રા અને પદાધિકારીઓની મુલાકાતને આવકારી આનંદ વ્યક્ત કર્યો હતો.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading