પાલનપુર તાલુકા ભાજપની પ્રશિક્ષણ વર્ગ ના આયોજન બાબતે બેઠક યોજાઈ…

👉 પાલનપુર તાલુકા ભાજપની પ્રશિક્ષણ વર્ગ ના આયોજન બાબતે બેઠક યોજાઈ…

પવન એક્સપ્રેસ

અહેવાલ/તસવીર: ભીખાલાલ પ્રજાપતિ

👉 બૂથ દીઠ ૧૨ વૃક્ષો વાવવાનો સંકલ્પ… આગામી તારીખ ૨૬ જૂનના રોજ અંબાજી પ્રશિક્ષણ વર્ગ યોજાનાર છે.જેમાં સંગઠનાત્મક બાબતો અને આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં *પાલનપુર તાલુકા ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલે* પ્રાસંગિક સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને પક્ષના આગામી વિવિધ કાર્યક્રમોથી માહિતગાર કર્યા હતા. તેમણે કાર્યકર્તાઓને દરેક કાર્યક્રમનું સચોટ અને સમયસર રિપોર્ટિંગ ‘સરળ એપ’ (Saral App) ના માધ્યમથી કરવા માટે વિશેષ ભાર મૂક્યો હતો. આ બેઠકમાં સંગઠનના કાર્યોની સાથે પર્યાવરણ જતનના સંકલ્પને પણ જોડવામાં આવ્યો હતો. ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા પ્રત્યેક કાર્યકર્તાને પોતાના વિસ્તારમાં બૂથ દીઠ ફરજિયાત ૧૨ વૃક્ષો વાવવા અને તેના ઉછેરની જવાબદારી લેવા માટે આગ્રહભરી વિનંતી કરવામાં આવી હતી. આ આયોજન ની બેઠકમાં જીલ્લા ઉપપ્રમુ, પંચાલ સમાજના મહિલા પ્રમુખ, પાલનપુર તાલુકા ભાજપના પ્રભારી શિક્ષણ વિદ એવા કોકિલાબેન પંચાલે આગામી પ્રશિક્ષણ વર્ગ બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું. બેઠકમાં તાલુકા ભાજપના મહામંત્રી રમેશભાઈ રાતડા, કમલેશજી ઠાકોર, મનુભાઈ હાજીપુરા, મોતીભાઈ જુઆ, કિર્તીભાઇ મેવાડા, અમીશપુરી ગૌસ્વામી, જગદીશભાઈ પટેલ સહિત તાલુકા અને જિલ્લા પંચાયતના ડેલીગેટ્સ, શક્તિકેન્દ્રના સંયોજકો અને અપેક્ષિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading