તેરા તુજકો અર્પણ સૂત્ર સાર્થક કરતી વડગામ બનાસકાંઠા પોલીસ.
વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે માસ અગાઉ અરજદારનો મોબાઈલ ખોવાયેલ હોય જે વડગામ પોલીસ દ્વારા તપાસ કરી મોબાઈલ નંગ-૦૧ કુલ કિં.રૂ.૧૫,૫૦૦/- શોધી પરત લાવી અરજદારને પરત આપી “તેરા તુજકો અર્પણ” સૂત્ર સાર્થક કર્કયું છે.
ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ સૂચના કરેલ હોય જે સુચના આધારે, વી.બી.બારડ, મદદનીશ પોલીસ અધિક્ષક દાંતા વિભાગ દાંતા નાઓ તથા શ્રી એન.એમ.સોલંકી, પોલીસ ઈન્સ્પેક્ટર વડગામ પો.સ્ટે. નાઓના માર્ગદર્શન મુજબ, વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક માસ અગાઉ અરજદાર યુનુસભાઈ હબીબભાઈ સુણસરા રહે. ઈસ્માલપુરા તા.વડગામવાળાનો મોબાઈલ ખોવાઈ ગયેલ જે બાબતે પોલીસ સ્ટેશને જાણ કરતા જે મોબાઈલની તપાસ કરી ટેકનિકલ એનાલીશીસ તથા હ્યુમન શોર્શ આધારે તપાસ કરી શોધી કાઢી મોબાઈલ નંગ-૦૧ કિંમત રૂપિયા.૧૫,૫૦૦/- નો શોધી કાઢી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારને મુદ્દામાલ પરત સોંપવામાં આવેલ છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
