પાલનપુરની 7 વર્ષની દીકરી 2 કલાક 35 મિનિટમાં ચઢાણ કરી 3500 ફૂટ ઊંચા જેસોર ટોપ પર તિરંગો લહેરાવ્યો.

પાલનપુરની સાત વર્ષની દીકરીએ અરાવલી પર્વતમાળાના ગુજરાતના બીજા ક્રમના સર્વોચ્ચ શિખર ”જેસોર ટોપ 3500 પર માત્ર 2 કલાક 35 મિનિટમાં સફળ ચઢાણ કરી તિરંગો લહેરાવ્યો છે. પોતાના મોટા ભાઈ યોહાનથી પ્રેરિત થઈને ખંજને આ સાહસ ખેડ્યું હતું.
પાલનપુરમાં રહેતા મેહુલભાઈ મોદીની 7 વર્ષની દીકરી ખંજને અરાવલી પર્વતમાળાના ગુજરાતના બીજા ક્રમના સર્વોચ્ચ શિખર જેસોર ટોપ 3500 પર માત્ર 2 કલાક 35 મિનિટમાં સફળ ચઢાણ કરી તિરંગો લહેરાવ્યો છે. આ દીકરી માટે ટ્રેકિંગ માત્ર શોખ નહીં પણ જીવનશૈલી છે. તે દર મહિને બે ટ્રેક કરે છે અને રોજ સવારે 5 વાગ્યે પિતા સાથે પર્વતો ખૂંદવા નીકળી પડે છે. અત્યાર સુધીમાં તેણે તુંડેશ્વર, કેદારનાથ ટ્રેક, સાંકલેશ્વરી, ગુરુનો ભોખરો તેમજ રાજસ્થાનના કુંભલગઢ અને ઋષિકેશ જેવા અનેક દુર્ગમ ટ્રેક્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.
ટ્રેકિંગ ઉપરાંત તે 600 કિમી સુધીની બાઈક રાઈડ્સ અને સાયકલિંગમાં પણ સક્રિય છે. માત્ર સાહસ જ નહીં, પણ પર્યાવરણ પ્રત્યેની તેની સમજ પણ દાદ માંગી લે તેવી છે. “કુદરત આપણી છે, તેને કચરાથી ન ભરો” તેવા મંત્ર સાથે તે પ્રકૃતિને પ્રદૂષણમુક્ત રાખવા અન્યને પ્રેરણા આપે છે. ખંજનનું માનવું છે કે ટ્રેકિંગથી શરીર મજબૂત બને છે અને આત્મવિશ્વાસ વધે છે. તે ઈચ્છે છે કે અન્ય છોકરીઓ પણ સાહસિક પ્રવૃત્તિઓ તરફ વળે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
