પાલનપુર જી.ડી.મોદી ફાઈન આર્ટસ કોલેજમાં 13 મો વાર્ષિક કલા પ્રદર્શન યોજાયો
શ્રીબનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિત એમ.એ.પરીખ ફાઈન આટ્સૅ એન્ડ આટ્સૅ કૉલેજ પાલનપુરમાં કૉલેજના આચાર્યશ ડૉ.રમેશકુમાર પટેલ ના માર્ગદર્શન હેઠળ ચિત્ર વિભાગ ના પ્રા.નરેન્દ્રભાઈ પટેલ અને પ્રા.બૈશાખી પટેલના માર્ગદર્શન હેઠળ ચિત્ર વિભાગ અંતર્ગત “પ્રશસ્ત” 13 માં વાર્ષિક કલા પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું છે. આ કલા પ્રદર્શન તા. 18 એપ્રિલ થી 22 એપ્રિલ સુધી સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી સામાન્ય નાગરિક ને નિઃશુલ્ક આ પ્રદશૅન નિહાળવા માટે આમંત્રણ છે. આ પ્રદશૅનનુ આયોજન આટૅ ગેલેરી ડીપાર્ટમેન્ટ ઓફ પેઇન્ટિંગ ,ગુણવંતીબેન સી. ચોકસી કલા ભવન જી.ડી.મોદી વિદ્યા સંકુલ,પાલનપુર ખાતે કરવામાં આવ્યું છે.જેમાં ચિત્ર વિભાગના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓના ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે અને રવિવારે આ પ્રદશૅન બપોરે 3 વાગ્યા થી સાંજે 7 વાગ્યા સુધી નિહાળી શકાશે. પ્રદર્શનના પહેલા દિવસે શહેરના નામાંકિત ડોક્ટરો વેપારીઓ ચિત્રકલા પ્રેમીઓ ચિત્રકલા ને નિહાળી ચિત્ર કલાકારો ના ચિત્રોના વખાણ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply