જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા માં ધોરણ ૮ નો દિક્ષાંત સમારંભ યોજાયો.
ગત રોજ શ્રી જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતાં ૭૫ જેટલા બાળકોનો દીક્ષાંત સમારંભ શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ પાલનપુર ના શ્રી શ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર જૂના અખાડા સ્વામી શ્રી રામેશ્વરાનંદ ગિરિજી મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ઉપસ્થિત સ્વામી શ્રીએ તમામ બાળકોને આર્શિવચન આપ્યા હતા. આ શુભ પ્રસંગમાં ગામના સરપંચ,ડે. સરપંચ, crc કમલેશભાઇ પ્રજાપતિ, દિલિપભાઈ કરેણ, રતીભાઈ લોહ, ભેમજીભાઈ વકીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ધોરણ ૮ ના બાળકોએ પોતાના અનુભવોનું વર્ણન કર્યું હતું. તથા સ્વામીજીના આર્શિવચન અને મધુરવાણીથી બાળકો બહુ ખુશ થઈ ગયા હતા. સ્વામીજીએ પણ તમામ બાળકોને પોતાના આશ્રમમાં આવી ભોજન લેવાનું શાળાને આમંત્રણ પણ પાઠવ્યું.NMMS ની પરીક્ષામાં ૧૩૫ માર્ક મેળવી મેરીટમાં સ્થાન મેળવનાર પ્રજાપતિ કૃપા નું સ્વામીશ્રી ના હસ્તે પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે તમામ બાળકોને શાળા તરફથી શિખંડ, પુરી અને સુકી ભાજીનું ભોજન આપવામાં આવ્યું હતું. આમ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સિનિયર શિક્ષક પ્રવિણભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવું. ધો ૮ ના તમામ બાળકોને ડે. સરપંચ તરફથી બોલપેન ભેટ આપવામાં આવી. તમામ ભોજનની વ્યવસ્થા શ્રીમાન અમૃતભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી . આમ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનો શાળાના આચાર્ય શ્રી રતનશીભાઈ પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો. તથા તમામ બાળકો ભોજન લીધા બાદ છુટા પડ્યા.
અહેવાલ : ભીખાલાલ પ્રજાપતિ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply