📰 પવન એક્સપ્રેસ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે વડગામ તાલુકામાં દીવડા વિતરણ
17 સપ્ટેમ્બરે ઘર-ઘર દીવડા પ્રગટાવી જન્મદિવસની ઉજવણી માટે ભાજપના કાર્યકરો દ્વારા જનસંપર્ક
પવન એક્સપ્રેસ: અહેવાલ. ભીખાલાલ પ્રજાપતિ



વડગામ: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા તા. 17 સપ્ટેમ્બર, 2026ના રોજ સાંજે પોતાના ઘર ઉપર દીવડા પ્રગટાવવાના ભગીરથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત વડગામ તાલુકાના વિવિધ ગામોમાં ભાજપના કાર્યકરો દ્વારા દીવડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વડગામ તાલુકા પંચાયત મુમનવાસ અંતર્ગત આવતા ગામોમાં દીવડા વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા બક્ષીપંચ મોરચાના મંત્રી શ્રી હિતેશભાઈ પ્રજાપતિ, શારદાબેન રાવત, ભારતીબેન રાવત સહિતના કાર્યકરો જોડાયા હતા.
તે ઉપરાંત અંધારિયા ગામે પ્રહલાદસિંહજી, જ્યારે મોતીપુરા ગામે રઘુભાઈ બેગડીયા સહિતના કાર્યકરો દ્વારા દીવડા વિતરણમાં સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરવામાં આવી હતી. મગદડી ગામના ભાજપના કાર્યકરો દ્વારા પણ કાર્યક્રમ અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી.
વડગામ તાલુકા ભારતીય જનતા પાર્ટીના મંત્રી શ્રી ગોપાલસિંહજી નાથુસિંહજી બાપુ દ્વારા ઘેર-ઘેર જઈને દીવડા આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે કાર્યકરો અને ગ્રામજનોને તા. 17 સપ્ટેમ્બરની સાંજે પોતાના ઘરો પર દીવડા પ્રગટાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે કાર્યકરો દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તેમનું આયુષ્ય દીર્ઘ અને સ્વસ્થ રહે તેમજ તેઓ દેશની સેવા કરતા રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. સાથે જ ભારતને વધુ પ્રગતિના માર્ગે લઈ જઈ વિશ્વમાં ભારતનું ગૌરવ વધે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.
આ દીવડા વિતરણ કાર્યક્રમ થકી વડગામ તાલુકાના વિવિધ ગામોમાં તા. 17 સપ્ટેમ્બરના રોજ સાંજે ઘર-ઘર દીવડા પ્રગટાવવાના કાર્યક્રમને વ્યાપક પ્રતિસાદ મળે તે માટે ભાજપના કાર્યકરો દ્વારા જનસંપર્ક હાથ ધરવામાં આવ્યો હતો.
📰 પવન એક્સપ્રેસ
તંત્રી શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ (પવન)
મો. 9998579515
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
