ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન અંબાજી મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર

📰 પવન એક્સપ્રેસ

તંત્રી શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ (પવન)

મો. 9998579515

🔱 ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન અંબાજી મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર

યાત્રિકોની સુવિધા માટે મંદિર ટ્રસ્ટની વ્યવસ્થા : નોમથી પૂનમ સુધી દિવસમાં ત્રણ તબક્કામાં દર્શન

પાલનપુર | માહિતી બ્યુરો
સમાચાર સંખ્યા : 548/35

અંબાજી ખાતે યોજાનારા ભાદરવી પૂનમ મહામેળા-૨૦૨૬ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને યાત્રિકો દર્શનાર્થે ઉમટી પડવાના હોવાથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, ભાદરવી સુદ નોમ તા. ૨૦ સપ્ટેમ્બરથી ભાદરવી સુદ પૂનમ તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી આરતી અને દર્શનના સમય નીચે મુજબ રહેશે.

🛕 આરતી અને દર્શનનો સમય

કાર્યક્રમ સમય 🌅 સવારની આરતી સવારે ૬:૦૦ થી ૬:૩૦ કલાક સુધી 🙏 સવારના દર્શન સવારે ૬:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી 🍚 રાજભોગ બપોરે ૧૨:૦૦ કલાકે 🙏 બપોરના દર્શન બપોરે ૧૨:૩૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી 🪔 સાંજની આરતી સાંજે ૭:૦૦ થી ૭:૩૦ કલાક સુધી 🌙 સાંજના દર્શન સાંજે ૭:૩૦ થી રાત્રે ૧૨:૦૦ કલાક સુધી

📌 તા. ૨૭ સપ્ટેમ્બરથી સમય રાબેતા મુજબ

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વધુમાં જણાવાયું છે કે, તા. ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૬થી માતાજીના આરતી અને દર્શનનો સમય રાબેતા મુજબનો રહેશે.

મહામેળા દરમિયાન અંબાજી ખાતે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ તથા જાહેર જનતાએ આરતી અને દર્શનના ઉપરોક્ત સમયની નોંધ લઈ તે મુજબ પોતાના દર્શનનું આયોજન કરવા ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જય અંબે મા 🙏


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading