આદર્શ વિદ્યાલય વડગામ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

આદર્શ વિદ્યાલય વડગામ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

વિદ્યાર્થીઓએ તિરંગા સાથે રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો

વડગામ, તા. 14 ઓગસ્ટ: વડગામ ખાતે આવેલી આદર્શ વિદ્યાલયમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગો લઈને ઉત્સાહપૂર્વક યાત્રામાં ભાગ લીધો હતો. સમગ્ર શાળા પરિસર દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.

તિરંગા યાત્રામાં વડગામ તા. આંજણા કે. મંડળ પ્રમુખ, બનાસકાંઠા જિલ્લા પંચાયત ડેલિગેટ જી.આર. ચૌધરી (એદ્રાણા), ઉપપ્રમુખ કેશરભાઈ જે. વાયડા (ચાંગા), મંત્રી ફલજીભાઈ જી. ભટોળ (શમસેરપુરા), સહમંત્રી અભેરાજભાઈ ડી. ભૂતડીયા (ભાંગરોડીયા), શિક્ષણ સમિતિ પ્રમુખ રઘુભાઈ ડેલ (પેપોળ), મંત્રી ઓખાભાઈ એસ. પટેલ, સભ્ય કેશરભાઈ એચ. ઉપલાણા તથા નિવૃત્ત ટી.ડી.ઓ. વડગામ સહિત વાલી મંડળના પ્રમુખ, મંત્રી, હોદ્દેદારો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વિદ્યાર્થીઓએ તિરંગા સાથે યાત્રા યોજી રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિનો સંદેશ આપ્યો હતો. યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય દિનેશભાઈ ચૌધરી દ્વારા સુચારુ આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું. ભવ્ય તિરંગા યાત્રાના કારણે સમગ્ર વિસ્તારમાં દેશભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.

તસવીર :-
અહેવાલ :- પુષ્કર ગોસ્વામી, વડગામ

પવન એક્સપ્રેસ | બનાસકાંઠા


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading