🇮🇳 પવન એક્સપ્રેસ 🇮🇳
શ્રી યુ.એચ. ચૌધરી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વડગામ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

તસવીર અહેવાલ : પુષ્કર ગોસ્વામી, વડગામ
વડગામ: વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળ, વડગામ સંચાલિત શ્રી યુ.એચ. ચૌધરી આર્ટ્સ, કોમર્સ એન્ડ DHSI કોલેજ ખાતે તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સવારે ૮:૦૦ કલાકે દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ ચૌધરી, મંત્રી શ્રી ફલજીભાઈ ભટોળ, સહમંત્રી શ્રી અભેરાજભાઈ ભુતડીયા, ટ્રસ્ટીશ્રીઓ શ્રી રઘુભાઈ ડેલ તથા શ્રી રતુભાઈ ગોળ, આર્ટ્સ કોલેજના આચાર્ય શ્રી એલ.વી. ગોળ તથા કોમર્સ કોલેજના આચાર્ય શ્રી ડી.જી. જગાણીયા, અધ્યાપકગણ, NCC કેડેટ્સ, NSSના સ્વયંસેવકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન તિરંગાને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ વંદે માતરમ, ઝંડા ગીત અને રાષ્ટ્રગીતની રજૂઆત કરવામાં આવતા સમગ્ર કોલેજ પરિસર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
આ પ્રસંગે ટ્રસ્ટી શ્રી રઘુભાઈ ડેલે પ્રાસંગિક પ્રવચન કરી સ્વાતંત્ર્ય દિવસના મહત્વ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે દેશની આઝાદી માટે શહીદ થયેલા વીર સપૂતોના બલિદાનને યાદ કરી યુવાનોને દેશ પ્રત્યેની ફરજ, જવાબદારી અને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ “વંદે માતરમ”, “ઇન્કલાબ ઝિંદાબાદ”, “ભારત માતા કી જય” અને “આઝાદી અમર રહો” જેવા દેશભક્તિના નારા લગાવી સમગ્ર વાતાવરણને ગુંજાવી દીધું હતું.
NCC કેડેટ્સ અને NSSના સ્વયંસેવકોની ઉપસ્થિતિ તથા વિદ્યાર્થીઓના ઉત્સાહથી કાર્યક્રમને વિશેષ ભવ્યતા પ્રાપ્ત થઈ હતી. સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના માહોલમાં ઉત્સાહભેર સંપન્ન થયો હતો.
પવન એક્સપ્રેસ — વડગામ
તસવીર અહેવાલ : પુષ્કર ગોસ્વામી, વડગામ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
