પવન એક્સપ્રેસ

વડગામ અનુપમ પ્રાથમિક શાળામાં દેશભક્તિના માહોલ વચ્ચે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી
તસવીર અહેવાલ : પુષ્કર ગોસ્વામી, વડગામ
વડગામ: વડગામ તાલુકાની અનુપમ પ્રાથમિક શાળા ખાતે દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળા પરિસર દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં સરપંચ શ્રી પ્રવિણભાઈ યુ. પરમારના વરદ્હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન સાથે દેશપ્રેમની ભાવનાને વ્યક્ત કરી હતી.
ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી કામરાજભાઈ મહિવાલે સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો તેમજ વાલીમંડળના પ્રતિનિધિઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું.
સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિના નારા તથા શૌર્યગીતો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ઉત્સાહ અને દેશભક્તિથી ઉપસ્થિત સૌમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બની હતી.
વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા કાર્યક્રમોએ ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર શાળા પરિસર “ભારત માતા કી જય” અને દેશભક્તિના નારાઓથી ગુંજી ઊઠ્યું હતું.
આ પ્રસંગે અગ્રણી શ્રી રતુભાઈ ગોળ, શ્રી શતિષભાઈ ભોજક, શ્રી સામંતસિંહ સોલંકી, શ્રી દશરથસિંહ સોલંકી, શ્રી જામાભાઈ ચૌહાણ, શ્રી હરીભાઈ શ્રીમાળી, શ્રી બાબુભાઈ પુરબીયા, શ્રી વિજયભાઈ દરજી, શ્રી ફીરોજખાન બિહારી સહિત વાલીમંડળના પ્રતિનિધિઓ, ગ્રામજનો તથા શાળાના શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે સ્વાતંત્ર્ય સંગ્રામના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પવન એક્સપ્રેસ
તસવીર અહેવાલ : પુષ્કર ગોસ્વામી, વડગામ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
