શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત જીતુમિયા કલંદરખાન ઘાસુરાનું ઝાલોરી સમાજમાં ગૌરવ

શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત જીતુમિયા કલંદરખાન ઘાસુરાનું ઝાલોરી સમાજમાં ગૌરવ

શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા બદલ સન્માનિત થતા સમાજમાં ખુશીની લાગણી

પવન એકસપ્રેસ પાલનપુર : ગુજરાત હાઇસ્કૂલ, પાલનપુર ખાતે મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા શ્રી જીતુમિયા કલંદરખાન ઘાસુરાને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવતા સમગ્ર ઝાલોરી સમાજમાં ગૌરવની લાગણી પ્રસરી છે.

વાસણ-ધણધા ગામના વતની એવા જીતુમિયા કલંદરખાન ઘાસુરાએ શિક્ષણ ક્ષેત્રે પોતાની નિષ્ઠા, મહેનત અને સેવાભાવથી આગવી ઓળખ ઉભી કરી છે. વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ અને યોગ્ય માર્ગદર્શન આપીને તેમણે શિક્ષણ જગતમાં પણ સારી એવી નામના મેળવી છે.

તેમની આ ઉત્કૃષ્ટ કામગીરીને કારણે તેઓ માત્ર એક શિક્ષક તરીકે જ નહીં, પરંતુ સમગ્ર ઝાલોરી સમાજ માટે ‘સમાજ રત્ન’ સમાન ગૌરવપૂર્ણ વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યા છે. શ્રેષ્ઠ શિક્ષક તરીકે મળેલું આ સન્માન તેમની શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણની કદરરૂપ છે.

આ પ્રસંગે પવન એક્સપ્રેસ પરિવાર દ્વારા શ્રી જીતુમિયા કલંદર ખાન ઘાસુરાને હાર્દિક અભિનંદન તથા ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

આગામી સમયમાં પણ તેઓ શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ કોટીનું જ્ઞાન અને માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપતા રહે, અનેક વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના ઘડવૈયા બને અને સમાજ તથા શિક્ષણ જગતમાં પોતાની આગવી ઓળખ સાથે વધુ નામના પ્રાપ્ત કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ.

પવન એક્સપ્રેસ પરિવાર તરફથી હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. 💐🌹


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading