17મા CSC દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં વાવ-થરાદ જિલ્લાના બે VLEનું સન્માન
ઉત્કૃષ્ટ સેવાકીય કામગીરી બદલ પ્રકાશભાઈ આચાર્ય અને મુકેશભાઈ પ્રજાપતિને પ્રમાણપત્ર આપી કરાયા સન્માનિત
પવન એક્સપ્રેસ | વાવ-થરાદ 
ગાંધીનગર, તા. 10: CSC e-Governance Services India Limited દ્વારા ગાંધીનગર ખાતે 17મા CSC દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી 150થી વધુ સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
CSC દિવસની ઉજવણીના આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર VLE મિત્રોને તેમની સેવાકીય કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં વાવ-થરાદ જિલ્લાના VLE શ્રી પ્રકાશભાઈ આચાર્ય અને શ્રી મુકેશભાઈ પ્રજાપતિનું ગ્રામ્ય વિસ્તારોમાં શ્રેષ્ઠ સેવાકીય કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

બંને VLE દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં CSCના માધ્યમથી વિવિધ સરકારી સેવાઓ, ડિજિટલ સેવાઓ તેમજ નાગરિકલક્ષી સેવાઓ લોકો સુધી સરળતાથી પહોંચાડવામાં મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. તેમની ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લઈ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સન્માન કરવામાં આવતા વાવ-થરાદ જિલ્લાનું ગૌરવ વધ્યું છે.
કાર્યક્રમ દરમિયાન CSCની 17 વર્ષની સફર, નવી ટેકનોલોજીના વિકાસ તેમજ VLE માટે ઉપલબ્ધ વિવિધ વ્યવસાયિક તકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે Axis Bank, SHCIL અને UIDAI Team સહિતના વિવિધ બિઝનેસ પાર્ટનર્સના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વાવ-થરાદ જિલ્લા CSC ટીમના જિલ્લા મેનેજર શ્રી વિનોદભાઈ રણાવાસિયા દ્વારા શ્રી પ્રકાશભાઈ આચાર્ય અને શ્રી મુકેશભાઈ પ્રજાપતિને આ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ સેવાઓ આપવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ સેવાઓના માધ્યમથી નાગરિકોને વિવિધ સરકારી અને જાહેર સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં બંને VLEની કામગીરી મહત્વપૂર્ણ બની રહી છે. રાજ્યકક્ષાએ મળેલું આ સન્માન તેમની સેવાકીય પ્રતિબદ્ધતા અને કામગીરીની નોંધપાત્ર સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યું છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
