મગરવાડાના યુવાનો દ્વારા દારૂનું દુષણ દૂર કરવા તંત્રને આવેદનપત્ર

મગરવાડાના યુવાનો દ્વારા દારૂનું દુષણ દૂર કરવા તંત્રને આવેદનપત્ર

ગેરકાયદેસર દારૂના અડ્ડા બંધ કરાવવા સર્વ સમાજના યુવાનોની પહેલ, છાપી પોલીસ મથકે પણ આવેદન અપાયું

પવન એક્સપ્રેસ | વડગામ

વડગામ, તા. 11 ઓગસ્ટ: બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા ગામમાં ગેરકાયદેસર રીતે ચાલતા દારૂના અડ્ડાઓને બંધ કરાવવા તેમજ ગામમાંથી દારૂનું દુષણ દૂર કરવા માટે સર્વ સમાજના જાગૃત યુવાનો દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે.

મગરવાડા ગામમાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને અડ્ડાઓ સામે કાર્યવાહી કરવામાં આવે તે હેતુથી ગામના સર્વ સમાજના યુવાનો એકત્રિત થયા હતા. યુવાનો દ્વારા મગરવાડા ગ્રામ પંચાયત ખાતે સરપંચ તથા તલાટી કમ મંત્રીને આવેદનપત્ર આપી દારૂના ગેરકાયદેસર ધંધા સામે યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી.

ત્યારબાદ ગ્રામ પંચાયતના સરપંચની ટીમ દ્વારા યુવાનોના સહકારથી છાપી પોલીસ મથકે પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આવેદનપત્ર મારફતે ગામમાં ગેરકાયદેસર રીતે ચાલતા દારૂના અડ્ડાઓ સામે કડક કાર્યવાહી કરી દારૂનું દુષણ અટકાવવા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી.

મગરવાડાના જાગૃત યુવાનો દ્વારા સમાજના યુવાનો અને પરિવારોને દારૂના દુષણથી બચાવવા માટે હાથ ધરવામાં આવેલી આ પહેલને લોકો દ્વારા આવકારવામાં આવી રહી છે. દારૂના કારણે પરિવાર અને સમાજ પર પડતી વિપરીત અસરોને ધ્યાનમાં રાખીને યુવાનો દ્વારા સામાજિક જાગૃતિ સાથે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે.

વડગામ વિધાનસભા ક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં પણ યુવાનો દારૂના દુષણને દૂર કરવા માટે જાગૃત બની રહ્યા છે. સમાજમાં વ્યસનમુક્તિ અને સ્વસ્થ વાતાવરણ ઊભું કરવા માટે યુવાનોની આવી પહેલને આવકારદાયક માનવામાં આવી રહી છે.

તસવીર અહેવાલ: પુષ્કર ગોસ્વામી, વડગામ


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading