જય જવાન નાગરિક સમિતિ, સુરત અને રોટરી ક્લબ ઓફ વિસનગરનાં સંયુક્ત ઉપક્રમે સમર્પણ ગૌરવ સમારોહ યોજાયો. બે – બે લાખની આર્થિક ધન રાશિ અર્પણ કરવામાં આવ્યા.

જય જવાન નાગરિક સમિતિ, સુરત અને રોટરી ક્લબ ઓફ વિસનગરનાં સંયુક્ત ઉપક્રમે સમર્પણ ગૌરવ સમારોહ યોજાયો.

ઉત્તર ગુજરાતનાં પાંચ વિર શહીદ પરિવારજનોને પરિવાર દીઠ બે – બે લાખની આર્થિક ધન રાશિ અર્પણ કરવામાં આવ્યા.

જય જવાન નાગરિક સમિતિ અને રોટરી ક્લબ ઓફ વિસનગરનાં સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૯/૦૭/૨૦૨૬ નાં રોજ વિસનગર ખાતે ઉત્તર ગુજરાતનાં વીર શહીદ જવાનોનાં પરિવારજનોને પુરા માન અને સન્માન સાથે દરેક પરિવારને રૂપિયા બે લાખ આર્થિક રાશિ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં ગુજરાત રાજ્યનાં કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, લેફ્ટ. કર્નર નીતિનભાઈ જોશી, સમર્થ ડાયમંડનાં દશરથભાઈ પટેલ, રોટરી ક્લબ ઓફ વિસનગરનાં પદાધિકારીઓ, જય જવાન નાગરિક સમિતિનાં ભીખુભાઈ ટિમ્બડિયા, મનોજભાઈ પ્રજાપતિ, જીતુભાઈ ગોંડલીયા તેમજ એમની ટીમ સાથે વેપારી મિત્રો ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં રોટરી ક્લબ ઓફ વિસનગરનાં સભ્યો અને વિસનગરની દેશપ્રેમી જનતા હાજર રહ્યા હતા.

જય જવાન નાગરિક સમિતિ છેલ્લા ૨૭ વર્ષથી ભારત દેશ માટે શહિદી વ્હોરનાર વીરજવાનોનાં પરિવારજનોને સાત્વના પાઠવી પુરા માન અને સન્માન સાથે દેશવાસીઓ પરિવારનાં પડખે છે એ સંદેશા સાથે પરિવાર દીઠ રૂપિયા બે લાખ ની આર્થિક રાશિ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવે છે.

વિસનગર ખાતે ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાનાં વર્ષ દરમ્યાન શહીદ પામનાર પાંચ વીર જવાનોનાં પરિવારજનોને સન્માનિત કરીને દરેક પરિવારને બે લાખ રૂપિયાની ધન રાશિ અર્પણ કરવામાં આવી હતી.

સમારોહમાં ઉપસ્થિત ગુજરાત સરકાનાં કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ અને લેફ્ટ. કર્નલ નીતીનકુમાર જોષીએ રાષ્ટ્રજોગ સંદેશો આપ્યો હતો.

જય જવાન નાગરિક સમિતિ, સુરત નાં ભીખુભાઈ ટીમ્બડીયા તેમજ મનોજભાઈ પ્રજાપતિ એ સંસ્થા વિષે માહિતી આપી હતી. મનોજભાઈ પ્રજાપતિ એ દેશની સરહદ પર આપણી સુરક્ષા માટે રક્ષા કરનાર જવાનોનાં પરિવારજનોને હૂંફ અને હિંમત સાથે સન્માન પાઠવી આપણે એમની સાથે છીએ એ રીતે એક સાચી દેશસેવા કરી શકીએ એ બાબતે માહિતી આપી હતી.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading