પાલનપુરમાં બનાસકાંઠા રેન્જ આઇજી ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો

પાલનપુરમાં બનાસકાંઠા રેન્જ આઇજી ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો

પાલનપુર ડિવિઝનના 54 અરજદારોને ખોવાયેલા અને ચોરાયેલા રૂ.12 લાખનો મુદ્દામાલ પરત કરાયો

પોલીસે વર્ષ 2025 માં જિલ્લામા રૂ.1.25 કરોડનો મુદ્દામાલ શોધી મૂળ માલિકોને પરત સોંપ્યો હતો

પાલનપુરમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બનાસકાંઠા રેન્જ આઇજીની ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાલનપુર ડિવિઝન ના 54 જેટલા અરજદારો અને ફરિયાદીઓને તેમનો ખોવાયેલ તેમજ ચોરાયેલા મુદ્દામાલ કે જેને પોલીસે શોધી કાઢવામાં આવ્યો હતો તે પરત કરવામાં આવ્યો હતો જેને લઈ અરજદારોને તેમના મોબાઈલ,રોકડ રકમ સહિતની કિંમતી ચીજ વસ્તુઓ પરત મળી જતા ખુશાલી વ્યાપી જવા પામી હતી

રાજ્યમાં ચોરી અને ખોવાયેલા મુદ્દામાલના કેસોમાં પોલીસ દ્વારા સઘન તપાસ કરી મુદ્દામાલ શોધી કાઢવામાં આવે છે જેને મેળવવા અરજદારોને કાનૂની પ્રક્રિયામાં પ્રસાર થવું પડતું હતું જેને લઇ પોલીસ વિભાગ દ્વારા અરજદારોને તેમનો મુદ્દામાલ સરળતા થી પરત મળી રહે તે માટે છેલ્લા ત્રણ વર્ષથી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ શરૂ કરાયો છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2025 માં પોલીસ વિભાગ દ્વારા રૂ.1.25 કરોડનો ખોવાયેલ તેમજ ચોરાયેલા મુદ્દામાલ તેમના મૂળ માલિકોએ પરત કરવામા આવ્યો હતો જે બાદ મંગળવારના રોજ પાલનપુર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બનાસકાંઠા રેન્જ આઇજી પરિક્ષિતા રાઠોડના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 54 જેટલા અરજદારોને તેમના ખોવાયેલા મોબાઈલ,રોકડ રકમ સહિત રૂ.12 લાખનો મુદ્દામાલ પરત કરાયો હતો જેને લઇ અરજદારોના મુખ પર સ્મિત ઉપસી આવ્યું હતું


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading