પાલનપુર ખાતે વાવ-થરાદ ચાર પરગણા પ્રજાપતિ કેળવણી મંડળનું ભવ્ય સ્નેહમિલન યોજાયું

પાલનપુર ખાતે વાવ-થરાદ ચાર પરગણા પ્રજાપતિ કેળવણી મંડળનું ભવ્ય સ્નેહમિલન યોજાયું

અઠારમા ઈનામ વિતરણ સમારોહમાં તેજસ્વી તારલાઓ અને સરકારી કર્મચારીઓનું સન્માન; સમાજની લાયબ્રેરી માટે દાતાઓએ નોંધપાત્ર સહયોગ આપ્યો

પવન એક્સપ્રેસ | પાલનપુર

પાલનપુર ખાતે વાવ-થરાદ ચાર પરગણા પ્રજાપતિ કેળવણી મંડળ, પાલનપુર દ્વારા અઠારમા ઈનામ વિતરણ સમારોહ તથા સ્નેહમિલન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ચાર પરગણા પ્રજાપતિ સમાજની ગામડાં તથા શહેરની વિવિધ કમિટીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં દરેક કમિટીના પ્રમુખ, મંત્રી તથા સભ્યોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.

સ્નેહમિલન કાર્યક્રમમાં પાલનપુર ખાતે રહેતા સમાજના વડીલો, ભાઈઓ, બહેનો તથા બાળકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સુંદર પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સમાજના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું પાલનપુર સમાજના ચોપડા તથા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના તેજસ્વી તારલાઓને ઈનામ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ સમાજના નાના બાળકોએ સુંદર ડાન્સની રજૂઆત કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

સમાજની લાયબ્રેરી માટે દાતાઓનો સહયોગ

પાલનપુર કમિટી તથા સમસ્ત ચાર પરગણા પ્રજાપતિ સમાજના સહયોગથી પાલનપુર ખાતે સુંદર લાયબ્રેરી બનાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ સેવાકીય અને શૈક્ષણિક પહેલને સમાજના લોકોએ ઉત્સાહપૂર્વક આવકારી હતી તથા લાયબ્રેરીના નિર્માણ માટે અનેક સમાજજનો દ્વારા દાનની જાહેરાત કરી સહયોગ આપવામાં આવ્યો હતો.

સરકારી કર્મચારીઓનું પણ સન્માન

પાલનપુર ખાતે શિક્ષણ મેળવી સરકારી નોકરી પ્રાપ્ત કરનાર સમાજના સરકારી કર્મચારીઓનું પણ સન્માનપત્ર આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના યુવાનોને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા તથા ઉચ્ચ કારકિર્દી બનાવવા માટે પ્રેરણા મળી હતી.

કાર્યક્રમ દરમિયાન પાલનપુર કમિટી દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરીનો વાર્ષિક હિસાબ સર્વ સમાજજનો સમક્ષ રજૂ કરી વાંચી સંભળાવવામાં આવ્યો હતો.

અંતે ઉપસ્થિત તમામ સમાજજનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌએ સાથે ભોજન લઈ સ્નેહમિલન કાર્યક્રમને આનંદપૂર્વક પૂર્ણ કર્યો હતો.

પાલનપુર સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર સર્વ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ કાર્યક્રમના આયોજન અને સફળતા માટે અથાગ મહેનત કરનાર પાલનપુર કમિટીના તમામ સભ્યો તથા સમસ્ત પાલનપુર પ્રજાપતિ સમાજનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમ દ્વારા શિક્ષણ, સંસ્કાર, એકતા અને સમાજના વિકાસનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading