જી. ડી. મોદી કોલેજના વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી

જી. ડી. મોદી કોલેજના વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી

સદનની કાર્યવાહી, શાસકીય નીતિઓ અને કાયદા ઘડતરની પ્રક્રિયાથી વિદ્યાર્થીઓ થયા માહિતગાર

પવન એક્સપ્રેસ | પાલનપુર

પાલનપુર: પાલનપુર વિધાનસભા વિસ્તારની જી. ડી. મોદી કોલેજના વિદ્યાર્થીઓએ આજે ગુજરાત વિધાનસભા પરિસરની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભા ગૃહની પ્રત્યક્ષ મુલાકાત લઈ લોકશાહી વ્યવસ્થા અને વિધાનસભાની કામગીરી અંગે જાણકારી મેળવી હતી.

મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને વિધાનસભાની ગૃહ કાર્યવાહી, શાસકીય નીતિઓ તેમજ કાયદા ઘડતરની પ્રક્રિયા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ સદનની કામગીરીને નજીકથી નિહાળી લોકશાહીના મહત્વપૂર્ણ અંગ તરીકે વિધાનસભાની ભૂમિકા સમજવાનો અવસર મેળવ્યો હતો.

આ સંપૂર્ણ મુલાકાત દરમિયાન પાલનપુરના MLA અનિકેતભાઈ ઠાકર વિદ્યાર્થીઓ સાથે હાજર રહી સંપૂર્ણ માહિતી આપી હતી .

વિધાનસભાની કામગીરીને પ્રત્યક્ષ નિહાળવાથી વિદ્યાર્થીઓમાં બંધારણીય વ્યવસ્થા, લોકશાહી મૂલ્યો અને કાયદા ઘડતરની પ્રક્રિયા અંગે વ્યવહારુ સમજ વિકસે તે દિશામાં આ મુલાકાત મહત્વપૂર્ણ બની રહી હતી.

વિદ્યાર્થીઓ માટે ગુજરાત વિધાનસભાની આ મુલાકાત શૈક્ષણિક તેમજ જ્ઞાનવર્ધક રહી હતી. અભ્યાસક્રમમાં મેળવેલા જ્ઞાનને વાસ્તવિક લોકશાહી પ્રક્રિયા સાથે જોડવાનો અવસર મળતા વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

પવન એક્સપ્રેસ | પાલનપુર


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading