સંસ્કૃતિ આર્ટ ફાઉન્ડેશન દ્વારા
સાહિત્યકાર પ્રવીણજોષીને ગુજરાત ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
પવન એક્સપ્રેસ
રવિવારના રોજ સંસ્કૃતિ આર્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમ “ગુજરાત ગૌરવ એવોર્ડ 2026” નું લાડુમા કાઠિયાવાડી, હોટલના ભવ્ય હોલમાં પાલનપુર ખાતે કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના જાણીતા સાહિત્યકાર અને શિક્ષણવિદ તેમજ પત્રકાર અને અસંખ્ય એવોર્ડ વિજેતા એવા સાહિત્યકાર શ્રી પ્રવીણભાઈ જોશીને આ એવોર્ડ લોકપ્રિય ટીવી ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના પ્રસિદ્ધ કલાકાર અબ્દુલ (શરદ સાંખલા) અને ફિલ્મ નિર્માતા, કલાકાર વિકાસ વર્માના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પ્રતિષ્ઠિત ગુજરાત ગૌરવ એવોર્ડ પ્રાપ્ત થવા બદલ સાહિત્યકાર પ્રવીણભાઈ જોષીએ ઉપસ્થિત તમામનો આભાર માન્યો હતો. વિશેષમાં પાલનપુર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં “ગુજરાતના પેડમેન” તરીકે ઓળખાતા નયન ચત્રારિયા તથા તેમની સમગ્ર ટીમ તથા સહયોગી સંસ્થાઓ વગેરે સહિત આયોજિત ગુજરાત ગૌરવ એવોર્ડ સમારોહમાં અભૂતપૂર્વ સન્માન કરવા બદલ પ્રવીણજોષીએ સંસ્કૃતિ આર્ટ ફાઉન્ડેશન, પાલનપુરનો આભાર આભાર માન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમારોહમાં સમગ્ર ગુજરાતભરમાંથી નામાંકિત હસ્તિઓ ઉપસ્થિત રહી હતી.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
