પાલનપુરના કુમાર નયન ચત્રારિયાની શોર્ટ ફિલ્મને રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાન…!

📰 પવન એક્સપ્રેસ

પાલનપુરના કુમાર નયન ચત્રારિયાની શોર્ટ ફિલ્મને રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાન…!

NPS Day નિમિત્તે બાપ-બેટાની સર્જનાત્મક જોડીને દિલ્હીમાં ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સન્માન; ₹50 હજારનો પુરસ્કાર..!

પાલનપુરના કલા અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા નયન ચત્રારિયા અને તેમના પુત્ર કુમાર નયન ચત્રારિયાએ ભારત સરકારના NPS Vatsalya FutureQuest 1.0 અંતર્ગત યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

NPS Day ના અવસર નિમિત્તે દિલ્હીમાં ભારત સરકાર દ્વારા આયોજિત વિશેષ રાષ્ટ્રીય સમારોહમાં આ સિદ્ધિ બદલ બાપ-બેટાની આ સર્જનાત્મક જોડીને સન્માનિત કરવામાં આવી હતી. સમારોહ દરમિયાન શ્રી સંજય લોહિયા, સચિવ, નાણાકીય સેવાઓ વિભાગ (નાણાં મંત્રાલય), ભારત સરકારના હસ્તે કુમાર ચત્રારિયા અને નયન ચત્રારિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુમાર નયન ચત્રારિયાને પ્રમાણપત્ર અને રૂ.50,000નો ચેક પણ એનાયત કરવામાં આવ્યો હતો.

NPS Dayના અવસરને ધ્યાનમાં રાખીને આયોજિત આ કાર્યક્રમમાં NPS Vatsalya અને ભવિષ્ય માટેની નાણાકીય બચત તથા આયોજન અંગે જનજાગૃતિ અને સર્જનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

NPS Vatsalya FutureQuest 1.0 અંતર્ગત દેશભરની યુવા પ્રતિભાઓને આ વિષય સાથે જોડાયેલી પોતાની સર્જનાત્મક રજૂઆત કરવા માટે તક આપવામાં આવી હતી. જેમાં કુલ ૧૧૦૦ થી વધુ એન્ટ્રીઓ પ્રાપ્ત થઈ હતી.

આ રાષ્ટ્રીય કક્ષાની શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં કુમાર નયન ચત્રારિયાની કૃતિને સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મળ્યું છે.

નાની ઉંમરે આ શોર્ટ ફિલ્મમાં વિચાર, લેખન અને અભિનય કુમાર ચત્રારિયા નો રહ્યો હતો, જ્યારે ફિલ્મનું દિગ્દર્શન અને એડિટિંગ તેમના પિતા નયન ચત્રારિયાએ કર્યું હતું.

આ રીતે ફિલ્મની કલ્પનાથી લઈને તેની રજૂઆત સુધી પિતા-પુત્રની સંયુક્ત ભૂમિકા રહી હતી. બંનેના સંયુક્ત પ્રયાસોથી તૈયાર થયેલી આ કૃતિને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે.

NPS Dayના અવસર પર દિલ્હીમાં મળેલું રાષ્ટ્રીય સન્માન અને રૂ.50,000નો પુરસ્કાર પિતા-પુત્ર બંને માટે આ સર્જનાત્મક પ્રયાસ સાથે જોડાયેલી નોંધપાત્ર ઉપલબ્ધિ બની છે.

કુમાર નયન ચત્રારિયાની આ રાષ્ટ્રીય સિદ્ધિને પગલે પરિવારજનો, મિત્રો તથા સમગ્ર ગુજરાતના શુભેચ્છકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

પવન એક્સપ્રેસ પરિવાર તરફથી કુમાર નયન ચત્રારિયાને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ.


📰 પવન એક્સપ્રેસ
તંત્રી શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ (પવન)
📱 મો. 9998579515


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading