” સંસ્કૃતિ આર્ટ ફાઉન્ડેશન દ્વારા જનસેવા એ જ પ્રભુસેવા ગ્રૂપ, જયેશભાઇ સોની ને સમાજસેવા ના કાર્ય બદલ ગુજરાત ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.”

” સંસ્કૃતિ આર્ટ ફાઉન્ડેશન દ્વારા જનસેવા એ જ પ્રભુસેવા ગ્રૂપ, જયેશભાઇ સોની ને સમાજસેવા ના કાર્ય બદલ ગુજરાત ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.”

જનસેવા એ જ પ્રભુસેવા ગ્રૂપના સ્થાપક પ્રમુખ જયેશભાઈ સોનીને સમાજસેવામાં કરેલી સુંદર અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ આજે સંસ્કૃતિ આર્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ગુજરાત ગૌરવ એવોર્ડ 2026 એનાયત કરવામાં આવ્યો.
આ એવોર્ડ લોકપ્રિય ટીવી ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના પ્રસિદ્ધ કલાકાર અબ્દુલ (શરદ સાંખલા) ના હસ્તે અર્પણ કરવામાં આવ્યો .

જયેશભાઈ સોની “જિંદગી ના મિલેગી દોબારા” સેવા હેલ્પલાઇન તથા જનસેવા એ જ પ્રભુસેવા ગ્રૂપના સ્થાપક પ્રમુખ છે. તેઓ સતત વિવિધ સેવાકીય અને જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરતા રહે છે.
“જિંદગી ના મિલેગી દોબારા” સેવા હેલ્પલાઇન દ્વારા છેલ્લા 4 વર્ષમાં આત્મહત્યા કરવા જનાર 581 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે, જે ખૂબ જ ગૌરવની બાબત છે.

તેઓ છેલ્લા 11 વર્ષથી અંગદાન મહાદાન અભિયાન,કુંડા ચકલીમાળા વિતરણ,ટ્રેકિંગ, વૃક્ષારોપણ,પાણીની પરબ,શિક્ષણ સેવા, પર્યાવરણ જાગૃતિ અને અન્ય અનેક સેવાકીય કાર્યોમાં સમર્પિત ભાવથી કાર્યરત છે. જનસેવા ગ્રૂપ દ્વારા સમાજહિતના અનેક ઉત્તમ કાર્યો કરવામાં આવે છે.
આ પ્રતિષ્ઠિત ગુજરાત ગૌરવ એવોર્ડ પ્રાપ્ત થવા બદલ જનસેવા એ જ પ્રભુસેવા ગ્રૂપ તથા સમગ્ર પરિવાર તરફથી જયેશભાઈ સોનીને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

પાલનપુર ખાતે “ગુજરાતનાં પેડમેન” નયન ચત્રારિયા આયોજિત ગુજરાત ગૌરવ એવોર્ડ સમારોહ માં અભૂતપૂર્વ સન્માન કરવા બદલ જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપ પાલનપુર સંસ્કૃતિ આર્ટ ફાઉન્ડેશન, પાલનપુર નો આભાર વ્યક્ત કરીએ છીએ.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading