તારક મહેતા ફેમ “અબ્દુલ” ની હાજરીએ “ગુજરાત ગૌરવ એવોર્ડ” ને બનાવ્યો યાદગાર..!

તારક મહેતા ફેમ “અબ્દુલ” ની હાજરીએ “ગુજરાત ગૌરવ એવોર્ડ” ને બનાવ્યો યાદગાર..!

ગુજરાતના પેડમેન નયન ચત્રારિયા ના સેવા અભિયાનને મળ્યો જનસમર્થનનો ઉમળકો.

પાલનપુર શહેર ખાતે “ગુજરાતના પેડમેન” તરીકે ઓળખાતા નયન ચત્રારિયા ના સહયોગ માટે સંસ્કૃતિ આર્ટ ફાઉન્ડેશન દ્વારા “ગુજરાત ગૌરવ એવોર્ડ” સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, ગૌરવ અને સમાજસેવાના ભાવથી છલકાતો રહ્યો હતો. આ અવસરે તારક મહેતા સિરિયલ નાં લોકપ્રિય કલાકાર ” અબ્દુલ ” શરદ સાંકલા તથા વિકાસ વર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી ગયા હતા.

સમારોહ દરમિયાન ગુજરાતભરમાં વિવિધ ક્ષેત્રોમાં વિશેષ કામગીરી કરનાર આશરે 80 જેટલા મહાનુભાવોનું “ગુજરાત ગૌરવ એવોર્ડ” એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશી ગૌરવ ધારાણી, પિયુષભાઈ ચૌધરી, ડો. ચેતન ગુપ્તા, ભીખાભાઈ કોરોટ, ડો. સુરેન્દ્ર ગુપ્તા, ડો. એકાંત ગુપ્તા, ભૂમિ ગુપ્તા, ડો. નેહા રાવલ, પૂરવ મોદી સહિત અનેક આગેવાનો સહયોગ માટે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દીકરીઓ સુધી “મફ્ત સેનેટરી પેડ” પહોંચાડવાના અભિયાનને વધુ વેગ આપવાનો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ નયન ચત્રારિયા ના આ સેવાકીય કાર્યને હૃદયપૂર્વક બિરદાવ્યું હતું. ખાસ કરીને ” અબ્દુલ ” (શરદ સાંકલા) ની ઉપસ્થિતિએ સમગ્ર માહોલને વધુ રોમાંચક અને યાદગાર બનાવી દીધો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્કૃતિ આર્ટ ફાઉન્ડેશનના લલિત ચત્રારિયા, ભરત ચડોખીયા, જયેશ વાગડોદા, વિષ્ણુ વેણ, છાયાબેન પ્રજાપતિ, હીનાબેન પટેલ, રાહુલ પરેચા, આદિત્ય રાવળ નો સહયોગ પ્રાપ્ત થયો હતો.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading