📰 પવન એક્સપ્રેસ: પ્રોફેશનલ ફોટો વિડિયો એસોસિએશન દ્વારા જેસલમેર સહિત રાજસ્થાનના વિવિધ સ્થળોનો પ્રવાસ યોજાયો
જેસલમેર, તણોતમાતા, લોંગેવાલા અને રણુજા સહિતના સ્થળોની મુલાકાત લઈ સભ્યોએ પ્રવાસનો આનંદ માણ્યો





પાલનપુર: પ્રોફેશનલ ફોટો વિડિયો એસોસિએશન તરફથી એસોસિએશનના સભ્યો માટે રાજસ્થાન પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ દરમિયાન સભ્યોએ જેસલમેર, તણોતમાતા મંદિર, લોંગેવાલા બોર્ડર તેમજ રણુજા સહિતના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી.
પ્રવાસ દરમિયાન ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોની મુલાકાત સાથે સભ્યોએ એકબીજા સાથે આનંદભર્યો સમય વિતાવ્યો હતો. ખાસ કરીને જેસલમેરની ઐતિહાસિક ધરોહર, તણોતમાતા મંદિર અને લોંગેવાલા બોર્ડર ખાતે દેશની સરહદ તથા ભારતીય જવાનોની શૌર્યગાથા સાથે જોડાયેલી યાદોને નજીકથી અનુભવવાનો અવસર મળ્યો હતો.
એસોસિએશનના સભ્યો માટે આયોજિત આ પ્રવાસથી વ્યવસાયિક વ્યસ્તતા વચ્ચે પરસ્પર સ્નેહ, એકતા અને ભાઈચારાની લાગણી વધુ મજબૂત બની હતી. પ્રવાસ દરમિયાન સભ્યોએ વિવિધ સ્થળોએ ફોટોગ્રાફી અને યાદગાર પળોને કેમેરામાં કેદ કરી હતી.
પ્રોફેશનલ ફોટો વિડિયો એસોસિએશન પાલનપુરના આ પ્રવાસને સભ્યો દ્વારા ઉત્સાહપૂર્વક માણવામાં આવ્યો હતો અને આગામી સમયમાં પણ આવા પ્રવાસો તથા સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
📰 પવન એક્સપ્રેસ
તંત્રી શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ (પવન)
મો. 9998579515
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
