પાલનપુરમાં મારુતિનંદન બાળ હનુમાનની શોભાયાત્રાએ અનેક વિસ્તારોમાં ભ્રમણ કર્યું.
વાદિલા કાળા હનુમાન મંદિર થી નીકળી સાંજે 7:30 કલાકે નિજ મંદિર પરત ફરી
પાલનપુરમાં મારુતિ નંદન બાળ હનુમાનની ભવ્ય શોભાયાત્રા અનેક વિસ્તારોમાં ફરી આકર્ષણનું કેન્દ્ર બની હતી વિવિધ વેશભૂષામાં સજ ભક્તોને ઉપસ્થિતિ વચ્ચે યાત્રાએ ચાર કલાક સુધી બજારમાં અનેક વિસ્તારોમાં ભ્રમણ કર્યું અને અંતે આરતી સાથે ભાવભીની પૂર્ણાહુતિ કરી હતી
પાલનપુરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા વાદેલા કાળા હનુમાન ભક્ત મંડળ દ્વારા મારુતિ નંદન બાળ હનુમાન ની ભવ્ય શોભાયાત્રા નું સફળ આયોજન કરાયું હતું પૂજનીય સીતારામ બાપુના દિવ્ય સાનિધ્યમાં યોજાયેલી આ ભવ્ય યાત્રાનો પ્રારંભ લીંબુ શરબતના પ્રસાદ સાથે બપોરે 3:30 કલાકે વાદિલા કાળા હનુમાન મંદિરેથી થયો હતો
શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં જેવી કે સીટી સંગાથ સીટી સાક્ષાત રાધેશ્યામ ટુ ઉમિયાધામ વન સુમુખ વિલા ઉમિયાધામ ટુ અને ઉજ્જવલ માંથી પસાર થઈ હતી જ્યાં ભક્તોએ ઉત્સાહપૂર્વક યાત્રાનું સ્વાગત કર્યું હતું ડીજેના તાલે ભક્તો જુમે ઉઠા હતા જ્યારે ભવ્ય બગી અને વિવિધ વેશભૂષામાં ભક્તોએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
લગભગ ચાર કલાક સુધી શહેરના જાહેર માર્ગ પર આ યાત્રા ભ્રમણ કરી શોભાયાત્રા સાંજે 7:30 કલાકે નિજ મંદિર પરત ફરી હતી જ્યાં ભગવાનની ભવ્ય આરતી સાથે યાત્રાની પૂર્ણાહુતિ કરી હતી.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
