સેલ્યુટ તિરંગા દ્વારા આયોજિત STCL ક્રિકેટ ટુર્નામેન્ટ નું ચાર દિવસીય (લેધર બોલ) ક્રિકેટ મેચ નુ આયોજન.

સેલ્યુટ તિરંગા દ્વારા આયોજિત STCL ક્રિકેટ ટુર્નામેન્ટ નું ચાર દિવસીય (લેધર બોલ) ક્રિકેટ મેચ નુ આયોજન 26 માર્ચ થી 29 માર્ચ સુધીનું સાંઈ મેઘવન સ્પોર્ટ લાઈફ સ્ટેડિયમ પરીયા ગામે{ વાપી} રમાઈ હતી જેમા ગુજરાત (મહારાષ્ટ્ર) બોમ્બે આસામ અને દિલ્હી ની ટીમે ત્રણ દિવસની મેચ રમ્યા બાદ ફાઇનલ મેચમાં બોમ્બે અને ગુજરાત ટીમ સામસામે રમાઈ હતી જેમાં ગુજરાત રોયલ ટીમ વિજેતા થઈ હતી જેમાં પધારેલ આમંત્રિત મહેમાન ગુજરાત રાજ્યના નાણામંત્રી માન. કનુભાઈ દેસાઈ અને ક્રિકેટ વર્લ્ડ કપ ૧૯૮૩ ના ક્રિકેટર ચેતન શર્માજી ના વરદ હસ્તે ટ્રોફી એનાયત કરી હતી આ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા સેલ્યુટ તિરંગા અધ્યક્ષ શ્રી અને STCL મેચના ચેરમેન માન.રાજેશ જા સાહેબ મેચના વાઇસ ચેરમેન માન.રવિ શિકારાજી તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અને STCLના ડાયરેક્ટર માન.શ્રી ઉત્તમભાઈ પટેલ રાષ્ટ્રીય પ્રવક્તા માન. શ્રી રાજેશ પટેલ તેમજ રાષ્ટ્રીય યુવા સંગઠનના પ્રમુખ અને ગુજરાત ટીમના કેપ્ટન માન્ય શ્રી ધનેશ પટેલ STCL કમિટી ની છેલ્લા ચાર મહિનાની મહેનત થી આ કાર્યક્રમ સંપન્ન થયો હતો જેમાં માન. ભાનુભાઈ પ્રજાપતિ નેશનલ સેક્રેટરી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માન. હરગોવિંદ વાલમિયાજી ઉપાધ્યક્ષ શ્રી કૈલાશભાઈ ખંડેલવાલ તેમજ બનાસકાંઠા જિલ્લા અને શહેરના હોદ્દેદારો ગુજરાત ,મહારાષ્ટ્ર,આસામ, રાજસ્થાન અને દિલ્હી ના સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય હોદ્દેદારો રાજ્યકક્ષાના હોદ્દેદારો અને ક્રિકેટ પ્રેમીઓએ હાજરી આપી હતી.

સેલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠન દ્વારા યોજાયેલ STCLક્રિકેટ ટુર્નામેન્ટ આપણા દેશના વડાપ્રધાન માન.નરેન્દ્ર મોદીજી નુ સૂત્ર ખેલ ઇન્ડિયા સંગઠિત દેશનું ઉદાહરણ પૂરું પાડવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી એ લીધેલ સંકલ્પ સિદ્ધ કરવા ગુજરાત સેલ્યુટ તિરંગા અને રોયલ ટીમ તેમજ STCL કમિટી અને હોદ્દેદારો સફળ રહ્યા હતા.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
