*CSC બનાસકાંઠા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી*
પવન એક્સપ્રેસ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે CSC બનાસકાંઠા અંતર્ગત વિવિધ ગામોના VLE દ્વારા યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ તથા યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
કાર્યક્રમમાં પ્રવીણભાઈ પ્રજાપતિ દેવ પવન જ્ન સુવિધા કેન્દ્ર પાલનપુર દ્વારા યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની વિવિધ ક્રિયાઓ કરાવવામાં આવી હતી. ઉપસ્થિત સૌને યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે માહિતી આપવામાં આવી હતી.
CSC બનાસકાંઠાના જિલ્લા મેનેજર શ્રી વિનોદ રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં સ્વસ્થ અને નિરોગી જીવન માટે યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા અપીલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે CSC ડિજિટલ સેવાઓની સાથે સામાજિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
કાર્યક્રમમાં , અમૃતભાઈ મકવાણા, અલ્પેશભાઈ પઢીયાર, રવજીભાઈ મકવાણા સહિત અનેક VLE અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.





Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
