અમદાવાદમાં ગુજરાત રેડ ક્રોસ દ્વારા રાજ્ય કક્ષાનો એવોર્ડ સમારોહ ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ આયોજિત કરવામાં આવ્યો.
તારીખ 30 માર્ચ, 2026 ના રોજ અમદાવાદમાં ગુજરાત રેડ ક્રોસ દ્વારા રાજ્ય કક્ષાનો એવોર્ડ સમારોહ ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ આયોજિત કરવામાં આવ્યું. જેમાં 33 જિલ્લા શાખાઓ તેમજ 96 તાલુકા શાખાના પ્રતિનિધિઓ હાજર રહ્યાં.
આ એવોર્ડ વર્ષ 2024-25 દરમિયાન તેઓએ કરેલ ઉત્કૃષ્ટ માનવતાવાદી કામગીરી બદલ શાખાઓને શ્રી અજયભાઈ પટેલ સાહેબના વરદહસ્તે આપવામાં આવ્યું.
રેડ ક્રોસ ની તમામ સેવાઓને સફળ બનાવવા માટે જે દાતાશ્રીઓ નો ઉમદા અને સતત સહયોગ તે વર્ષ દરમિયાન મળ્યો તેઓને પણ સન્માનિત કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યું.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.


