ભારતે ત્રીજી વખત ICC T20 વિશ્વકપ જીતી ઇતિહાસ રચ્યો
ભારતે ત્રીજી વખત ICC T20 વિશ્વકપ જીતી ઇતિહાસ રચ્યો. ભારતે સતત બે વાર T20 વિશ્વકપ પોતાના નામે કર્યો છે. ફાઇનલ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 96 રનથી પરાજય આપી વિશ્વકપ 2026 જીતી લીધો
ભારતે ત્રીજી વખત ICC T20 વિશ્વકપ જીતીને ઇતિહાસ રચ્યો છે. ભારતે સતત બે વાર T20 વિશ્વકપ પોતાના નામે કર્યો છે.
ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 96 રનથી પરાજય આપી વિશ્વકપ 2026 ખિતાબ જીતી લીધો છે.
સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 255 રન બનાવ્યા. વિશ્વકપ ફાઇનલમાં આ અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છે. સંજુ સેમસન 89, ઇશાન કિશન 54 અને અભિષેક શર્મા 52 રન બનાવ્યા. 256 રનના વિશાળ લક્ષ્યાંકના જવાબમાં ન્યુઝીલેન્ડ 19 ઓવરમાં ફક્ત 159 રન જ બનાવી શક્યું. જસપ્રીત બુમરાહે શ્રેષ્ઠ પ્રદર્શન કરી ચાર વિકેટ લીધી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
