*ટાઈગર ફોર્સ ગુજરાત સેવા ગ્રુપ દ્વારા પાલનપુર શ્રી કંથેરીયા હનુમાન ધામ ખાતે 111 બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું*
ટાઈગર ફોર્સ ગુજરાત સેવા ગ્રુપ ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન શ્રી કંથેરીયા હનુમાન ધામ પાલનપુર ખાતે આયોજન કરવામા આવ્યું જેમ 111 બોટલ બ્લડ એકત્રિત કરવા મા આવ્યું. ગરમી ની ઋતુ મા બ્લડ આસાની થી મળતું નથી દર્દીઓ હેરાન થતા હોઈ છે તો તેમને આસાની થી બ્લડ મળી રહે તે હેતુ થી આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આજ ના બ્લડ કેમ્પ મા તમામ સમાજ ના તમામ ધર્મ ના બ્લડ દાતા ભાઈયો અને બહેનો દ્વારા દિલ થી બ્લડ ડૉનેટ કર્યું હતું. ટીમ દ્વારા તમામ બ્લડ દાતા ઓને પ્રોત્સાહન રૂપે વોટર જગ, ટ્રોફી અને સર્ટિફિકેટ આપી ને સન્માન કરવા મા આવ્યું હતું ઉપરાંત ટીમ વતી તમામ રક્તદાતાઓ નો તેમજ જીવન બ્લડ બેંક મેડીપોલિસ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. શ્રી કંથેરીયા હનુમાન દાદા તેમજ મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 ક્ષિપ્રાગિરીજી બાપજી તથા શ્રી શ્રી 1008 મહંત શ્રી શિવગીરીજી બાપુ ના આશીર્વાદ થી આ કેમ્પ નિર્વિઘ્ને પૂર્ણ થયો હતો બ્લડ ડોનર ને તેમજ જરૂરિયાત મંદને ગમે ત્યારે બ્લડ મળી રહે તેવી ખાત્રી ટીમ દ્વારા આપવામાં આવી આ ગ્રુપ કોઈ એક સમાજ નું નહિ પણ સર્વ સમાજ ના ભાઈયો જોડાયેલા છે જે સેવા ના ઉદ્દેશ સાથે જોડાયેલ છે.






Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
