પાલનપુરના ખસા ખાતે ૩૪મી ગુજરાત રાજ્યકક્ષાની સબ-જુનિયર બહેનોની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

પાલનપુરના ખસા ખાતે ૩૪મી ગુજરાત રાજ્યકક્ષાની સબ-જુનિયર બહેનોની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

બનાસકાંઠા જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ બબીબેન દલજીભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં સ્પર્ધાનું ભવ્ય આયોજન; વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા

પવન એક્સપ્રેસ | પાલનપુર

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખસા (તાલેગઢ) ખાતે શુક્રવારે જિલ્લા કબડ્ડી એસોસિએશનના નેજા હેઠળ તથા ખસા પ્રાથમિક શાળાના સંચાલનમાં ૩૪મી ગુજરાત રાજ્યકક્ષાની સબ-જુનિયર બહેનોની કબડ્ડી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ બબીબેન દલજીભાઈ ચૌધરી (તેનીવાડા)ની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, રમતગમત સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના ડેલિગેટ ગોવિંદભાઈ પટેલ, રશ્મિબેન છાપિયા, ક્રિષ્નાબેન જીરાલા, બાલકૃષ્ણ જીરાલા, ખસા ગામના સરપંચ ગમનભાઈ, રાજ્ય કબડ્ડી એસોસિએશનના પ્રમુખ ભગવાન સહાય ચૌગી, પાંચાભાઈ, નેશનલ રેફરી રોનકભાઈ રાવલ, રોનકભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ બબીબેન દલજીભાઈ ચૌધરીએ રમતગમત ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ યોજનાઓ તેમજ કેન્દ્ર સરકારના કાર્યક્રમો અંગે માહિતી આપી હતી. તેમણે રમતગમતના માધ્યમથી દીકરીઓમાં પ્રતિભા, આત્મવિશ્વાસ અને શિસ્તનો વિકાસ થાય તેવા પ્રયાસોના મહત્વ પર ભાર મૂક્યો હતો.

રાજ્યકક્ષાની આ સ્પર્ધાના આયોજનથી બહેન ખેલાડીઓને પોતાની રમતગમતની પ્રતિભા દર્શાવવા માટેનું મંચ પૂરું પાડવામાં આવ્યું હતું. ખસા પ્રાથમિક શાળા દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.

તસ્વીર અહેવાલ: પુષ્કર ગોસ્વામી, વડગામ

પવન એક્સપ્રેસ | પાલનપુર


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading