બનાસકાંઠાના DLSS એથ્લેટિક્સ ખેલાડીઓનું રાજ્યકક્ષાએ શાનદાર પ્રદર્શન, પાંચ મેડલ જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું

બનાસકાંઠાના DLSS એથ્લેટિક્સ ખેલાડીઓનું રાજ્યકક્ષાએ શાનદાર પ્રદર્શન, પાંચ મેડલ જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું

વડગામના દ્રૌણ ગોસ્વામીએ હથોડાફેંકમાં સુવર્ણ ચંદ્રક જીત્યો; બે રજત અને બે કાંસ્ય ચંદ્રક પણ બનાસકાંઠાના નામે

પવન એક્સપ્રેસ | વડગામ

શાળાકીય રમતગમત મહાસંઘ (SGFI) દ્વારા આયોજિત રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા 2026-27 (અંડર-17 ભાઈઓ)માં બનાસકાંઠા જિલ્લાના DLSS એથ્લેટિક્સના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કુલ પાંચ મેડલ હાંસલ કર્યા છે. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલા શ્રી અંબુભાઈ પુરાણી રમત સંકુલમાં તા. 12 અને 13 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં ખેલાડીઓએ વિવિધ રમતોમાં સફળતા મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.

સ્પર્ધામાં વડગામના દિગ્ગજ પુરી જોગેન્દ્ર પુરી ગોસ્વામીના પુત્ર દ્રૌણ ગોસ્વામીએ હથોડાફેંક સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જ્યારે પિયુષ જોશીએ હથોડાફેંક અને જીગર ઠાકોરે ભાલાફેંક સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવી સિદ્ધિ હાંસલ કરી હતી.

આ ઉપરાંત દિવ્ય ચૌધરીએ લાંબી કૂદમાં અને રક્ષિત ચૌધરીએ 110 મીટર હર્ડલ્સ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતી બનાસકાંઠા જિલ્લાની મેડલ યાદીમાં વધુ બે ચંદ્રકનો ઉમેરો કર્યો હતો.

વિજેતા ખેલાડીઓની સિદ્ધિ

  • દ્રૌણ ગોસ્વામી: હથોડાફેંક – સુવર્ણ ચંદ્રક
  • પિયુષ જોશી: હથોડાફેંક – રજત ચંદ્રક
  • જીગર ઠાકોર: ભાલાફેંક – રજત ચંદ્રક
  • દિવ્ય ચૌધરી: લાંબી કૂદ – કાંસ્ય ચંદ્રક
  • રક્ષિત ચૌધરી: 110 મીટર હર્ડલ્સ – કાંસ્ય ચંદ્રક

ખેલાડીઓની આ સિદ્ધિ બદલ વિમળા વિદ્યાલય (ગઢ)ના પ્રમુખ કુમારભાઈ ઝવેરી, ટ્રસ્ટી કેતનભાઈ શાહ, મનીષ મામા વોહેરા, પ્રવીણભાઈ જોષી સહિત સમગ્ર શાળા પરિવારે ખેલાડીઓ અને કોચિંગ ટીમને અભિનંદન પાઠવી તેમની મહેનતને બિરદાવી હતી.

આ ઉપરાંત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પાલનપુર, બનાસકાંઠા જિલ્લાના DSDO કમલાપાલ અને DSO મહેશભાઈ ચૌધરી તેમજ ગુજરાત સ્ટેટ અને બનાસકાંઠા જિલ્લા એથ્લેટિક્સ એસોસિએશન દ્વારા પણ તમામ વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

રાજ્યકક્ષાની સ્પર્ધામાં પાંચ મેડલ જીતીને ખેલાડીઓએ બનાસકાંઠા જિલ્લાની રમતગમત ક્ષેત્રે પ્રતિભા અને ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. તેમની આ સિદ્ધિ અન્ય યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.

તસ્વીર અહેવાલ: પુષ્કર ગોસ્વામી, વડગામ

પવન એક્સપ્રેસ – પવનવેગે પ્રસરતા સમાચાર


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading