અમદાવાદ મેટ્રોને મળ્યો નવો કલર કોડ: મેટ્રોમાં હવે બ્લ્યુ, રેડ, યલો અને વાયોલેટ લાઈન દ્વારા મુસાફરી સરળ બનશે
અમદાવાદ મેટ્રોમાં હવે બ્લ્યુ, રેડ, યલો અને વાયોલેટ લાઈન દ્વારા મુસાફરી સરળ બનશે, મુસાફરો સ્ટેશન અને રૂટની ઓળખ સરળતાથી કરી શકે તે માટે નીચે મુજબ કલર કોડ જાહેર કરાયા.

અમદાવાદમાં મેટ્રોની મુસાફરી કરતા લોકો માટે મેટ્રો કનેક્ટિવિટી હવે વધુ સુવિધાયુક્ત અને વ્યવસ્થિત બનાવવા માટે દિલ્હી અને અન્ય મેટ્રો શહેરોની તર્જ પર હવે અમદાવાદ મેટ્રોમાં પણ અલગ-અલગ રૂટને વિશિષ્ટ ‘કલર કોડ’ અને નામ આપવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના રૂટના લોકાર્પણ બાદ હવે આખું નેટવર્ક ચાર લાઈનમાં વહેંચાઈ ગયું છે.
અમદાવાદ મેટ્રોને મળ્યો નવો કલર કોડ
અમદાવાદ મેટ્રોમાં હવે બ્લ્યુ, રેડ, યલો અને વાયોલેટ લાઈન દ્વારા મુસાફરી સરળ બનશે
મુસાફરો સ્ટેશન અને રૂટની ઓળખ સરળતાથી કરી શકે તે માટે નીચે મુજબ કલર કોડ જાહેર કરાયા
બ્લ્યુ લાઈન: વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ (ઈસ્ટ-વેસ્ટ કોરિડોર)
રેડ લાઈન: APMC (વાસણા) થી મોટેરા સ્ટેડિયમ (નોર્થ-સાઉથ કોરિડોર)
યલો લાઈન: મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર, ગાંધીનગર (નવો રૂટ)
વાયોલેટ લાઈન: GNLU થી ગિફ્ટ સિટીને જોડતો લિંક રૂટ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
