વડગામ તા.સહકારી ખરીદ વેચાણ સંઘ સંચાલક મંડળ ના 16, ડિરેક્ટરો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા.
વડગામ તાલુકાના 110, ગામોમાં કાયૅરત સેવા સહકારી મંડળીઓ દ્વારા સંચાલિત ધી વડગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. સંચાલક મંડળ ની મુદત પુર્ણ થતાં 16 ડિરેક્ટરોની ચુંટણી યોજવા ચુંટણી અધિકારી અને પ્રાંત અધિકારી પાલનપુર દ્વારા જાહેર નામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં ઉમેદવારી ફોર્મ ભરવા ના છેલ્લા દિવસે તારીખ 8/1/26, ગુરૂવારે જુદા જુદા વિભાગોમાં કુલ 24 ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવ્યાં હતાં. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસે 16 ઉમેદવારી ફોર્મ રહેતાં વતૅમાન ચેરમેન અને ભાજપના વરિષ્ઠ આગેવાન કે.પી. ચૌધરી ની પેનલ બિનહરીફ જાહેર કરવામાં આવી હતી. સોમવારે વડગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે તાલુકાના આગેવાનો, શુભેચ્છકો દ્વારા આવકારી નવનિયુક્ત ડિરેક્ટરો નું સન્માન કરવામાં આવ્યું હતું.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
