કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.એડ કોલેજ, કડી દ્વારા વૃદ્ધાશ્રમની મૂલાકાત

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ,કડી સંચાલિત તેમજ કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન એસ. વી. અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન,કડી દ્વારા સામાજિક જવાબદારી અને માનવતાના મૂલ્યોના વિકાસ માટે સંધ્યા વિશ્રામ વૃદ્ધાશ્રમ ઈરાણા, કડીની મૂલાકાતનું આયોજન તારીખ 26-12 -2025 ના રોજ કરવામાં આવ્યું હતું. મૂલાકાત દરમિયાન કોલેજના તાલીમાર્થીઓએ વૃદ્ધજનોને મળી તેમની સાથે આત્મીય સંવાદ કર્યો તથા તેમના જીવનના અનુભવો સાંભળી આત્મિયતાનો અનુભવ કર્યો. કાર્યક્રમ અંતર્ગત વૃદ્ધજનોને ગમતા ભજન, ગીત, અંતાક્ષરી, ગરબા જેવી મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું, તેમજ તાલીમાર્થીઓ દ્વારા વૃદ્ધજનો માટે ફળ, બિસ્કિટ તેમજ જરૂરી ઉપયોગી સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિથી વૃદ્ધજનોમાં ખુશી અને સંતોષની લાગણી વ્યક્ત થઈ. વૃદ્ધાશ્રમના સંચાલકશ્રીએ આ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ વૃદ્ધજનોના માનસિક સુખાકાર માટે અત્યંત ઉપયોગી હોવાનું જણાવી સંસ્થા તથા તાલીમાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો.આ મૂલાકાતથી તાલીમાર્થીઓમાં સમાજસેવા, કરુણા, સંવેદના અને સામાજિક જવાબદારી જેવા માનવ મૂલ્યો વધુ મજબૂત બનશે .આ સમગ્ર કાર્યક્રમનું HOD ડૉ જગદીશ એસ.પટેલ ના માર્ગદર્શનમાં પ્રા શ્રી વિપુલભાઇ દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ કોલેજના પ્રિન્સીપાલ ડૉ ભાવિક એમ શાહ દ્વારા પ્રાધ્યાપક તેમજ તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
