કૃષિ પોલીટેકનીક, સ.દાં.કૃ.યુ., ડીસા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ટેટોડા ગામ ખાતે પાંચ દિવસીય “ખાસ શિબિર”ના સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

કૃષિ પોલીટેકનીક, સ.દાં.કૃ.યુ., ડીસા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ટેટોડા ગામ ખાતે પાંચ દિવસીય “ખાસ શિબિર”ના સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

તસ્વીર – પ્રવિણ દરજી

કૃષિ પોલિટેકનિક, સ.દાં.કૃ.યુ., ડીસા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત માન.કુલપતિશ્રી ડૉ. એસ. ડી. સોલંકી સાહેબશ્રીની પ્રેરણા અને નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ ડૉ. કે. પી. ઠાકર સાહેબ તથા આચાર્યશ્રી અને વિદ્યાશાખાધ્યક્ષના માર્ગદર્શન હેઠળ તારીખ ૨૧/૦૨/૨૦૨૬થી ૨૫/૦૨/૨૦૨૬ દિન પાંચ માટે ડીસા તાલુકાના ટેટોડા ગામ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત “ખાસ શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ શિબિરમાં કૃષિ પોલીટેકનીકના ૩૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. સદરહુ શિબિર દ્વારા પાંચ દિવસમાં વિદ્યાર્થીઓને ગાય આધારિત ખેતી, પ્રાકૃતિક ખેતી, એઇડ્સ જાગૃતતા, સ્વચ્છતાનું મહત્વ, જેવા સામાજિક મુદ્દા પર ગામમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ ગામની વિવિધ સેવા સહકારી મંડળીની મુકાલાત લઈ તેમની કાર્યશૈલી વિષે પણ જ્ઞાન મેળવ્યું. ટેટોડા ગૌ શાળા ખાતે પ.પૂ. શ્રી રામરતનજી મહારજ દ્વારા વિદ્યાર્થીઓને ગૌ સેવાનું મહત્વ સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓ ગામમાં આગેવાન ખેડૂતોની મુલાકાત કરી પ્રાકૃતિક ખેતી વિષે તેમને માહિતગાર કરી પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરિત કર્યા. સદરહુ સમાપન કાર્યક્રમમાં શ્રી કરશનભાઈ પૂર્વ APMC વાઈસ ચેરમેન, શ્રી દલજીભાઈ મંત્રી સેવા સહકારી મંડળી, શ્રી દેવાભાઈ કે. પટેલ આચાર્યશ્રી વિનયમંદિર, શ્રી ભુરાભાઈ કે. પટેલ આચાર્યશ્રી પ્રાથમિક શાળા ટેટોડા, શ્રી ભુરાભાઈ પટેલ, શ્રી જોયતાભાઈ પટેલ જેવા ગામના આગેવાનોએ હાજરી આપી હતી. સમાપન કાર્યક્રમમાં શ્રી સી. વી. ઠક્કર સાહેબ મેનેજર બનાસ બેંક દ્વારા વિદ્યાર્થીઓને ગામમાં કરેલ કામગીરી માટે ખુબ જ બિરદાવ્યા હતા. પ્રોગ્રામ ઓફિસર ડૉ. ટી. એ દેસાઈ દ્વારા પાંચ દિવસમાં થયેલ કામગીરી વિષે વિસ્તૃતમાં અહેવાલ રજુ કર્યો હતો. શ્રી આચાર્યશ્રી, કૃષિ પોલીટેકનીક ડૉ. મનીષા એસ. શિંદે દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા કરેલ કામગીરીથી ગામમાં થયેલ પરિવર્તન તથા ગામના સાથ અને સહકાર માટે આભારવિધિ કરેલ હતી. સદરહુ કાર્યક્રમનું સફળ આયોજન કોલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. ટી. એ. દેસાઈ, ડૉ. ધર્મેશભાઈ એમ. ડાભી, ડૉ. આર. વી. જોષી, ડૉ. ડીમ્પલબેન એ. પટેલ, હર્ષિત પાલીવાલ તથા દિવ્યા પીઠિયા દ્વારા કરવામાં આવ્યું.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading