અક્ષતમ ફિજિયોથેરાપી કૉલેજ ખાતે કાલે વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાંજે 6 થી 9 વાગ્યા સુધી યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમ્યાન કુલ 20 વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં નૃત્ય, નાટક, સ્ટેન્ડ-અપ કોમેડી અને શાયરી જેવી રંગારંગ અને મનોરંજક રજૂઆતો સામેલ હતી. વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા અને આત્મવિશ્વાસનો સુંદર પરિચય આપ્યો હતો.

આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલશ્રી, ફેકલ્ટી સભ્યો તેમજ ટ્રસ્ટીશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતાં તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોપર્સને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.અંતે બધા ભોજન લઈ ને છૂટા પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમ આનંદમય અને શિસ્તબદ્ધ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
