આજે વિશ્વ સોશિયલ મીડિયા દિવસ
ભારતીય ટેલિકોમ નિયમન સત્તામંડળના મુજબ, દેશમાં ઇન્ટરનૅટ ઉપયોગકર્તાઓનો આંકડો 94 કરોડને પાર થયો છે.
આજે 30 જૂને વિશ્વ સોશિયલ મીડિયા દિવસ મનાવવામાં આવશે. ભારતીય ટેલિકોમ નિયમન સત્તામંડળના મુજબ, દેશમાં ઇન્ટરનૅટ ઉપયોગકર્તાઓનો આંકડો 94 કરોડને પાર થયો છે. રાજ્ય સરકાર પણ દરેક નાગરિક સુધી સાચી અને અધિકૃત માહિતી પહોંચાડવા વ્યાપક સોશિયલ મીડિયા નૅટવર્ક તૈયાર કરી રહી છે.
આ નૅટવર્કમાં મુખ્યમંત્રીની કચેરીથી લઈ ગ્રામ પંચાયત સુધીના સોશિયલ મીડિયા ઍકાઉન્ટનો સમાવેશ કરાશે. આ ઍકાઉન્ટ થકી સરકાર યોજનાઓ, વિકાસ કાર્યો, નાગરિકલક્ષી અભિયાન સહિતની વિસ્તૃત માહિતી ધરાવતા વીડિયો લોકો સુધી પહોંચાડાશે.
(વોઇસ કાસ્ટ: મયુર સોલંકી)
2506300251009885_20250630035632_1
(ભારતમાં ઈન્ટરનેટ વપરાશ કર્તાઓની વૃદ્ધિમાં મોટો હિસ્સો ગ્રામીણ વિસ્તારોનો છે. સસ્તા ડેટા પ્લાન જે ગ્રામ્યસ્તરે પણ સ્માર્ટફોનનો વધતો વ્યાપ દર્શાવે છે. વૈશ્વિક ડિજિટલ અહેવાલ 2025 અનુસાર, ભારતીયો દિવસનો સરેરાશ 2 કલાક 50 મિનિટ જેટલો સમય પોતાના મોબાઈલમાં સોશિયલ મીડિયા પર પસાર કરે છે. 18થી 35ની વયના લોકોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પ્રચલિત છે. આ ડિજિટલ ક્રાંતિ જોતાં એવું કહી શકાય કે સોશિયલ મીડિયાએ પારદર્શકતા, સમાવિષ્ટતા અને નાગરિક કેન્દ્રિત માધ્યમ તરીકે સ્થાન જમાવ્યું છે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર અમદાવાદ)
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply